Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

બીજી વખત પિતા બનવાનો છે કપિલ શર્માઃ જાન્યુઆરીમાં બાળકને જન્મ આપશે ગિન્ની

મુંબઇ, તા.૨૦: કપિલ શર્મા અને પત્ની ગિન્ની ચતરથએ દીકરી અનાયરા શર્માને ૧૦ ડિસેમ્બર ૨૦૧૯નાં જન્મ આપ્યો હતો. ડિસેમ્બરમાં અનાયરાને એક વર્ષ થઇ જશે અને આ વચ્ચે કપિલ શર્મા અને ગિન્ની બીજી વખત માતા પિતા બનવાનાં છે. સૂત્રો મુજબ ગિન્ની હાલમાં બીજી વખત પ્રેગ્નેન્ટ છે અને તે જાન્યુઆરી ૨૦૨૧માં બાળકને જન્મ આપશે. આ દિવસોમાં કપિલની માતા પણ મુંબઇમાં આવી ગઇ છે જે ગિન્નીની સાથે રહે છે અને તેની દેખભાળ કરે છે. જોકે, આ વખતે કપિલ કે ગિન્ની તરફથી કોઇ જ નિવેદન સામે આવ્યું નથી.

થોડા દિવસો પહેલાં કરવા ચોથનાં અવસર પર કપિલ શર્માની નજીકની ભારતી ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઇ હતી અને વીડિયોનાં અંતમાં ગિન્નીની એક ઝલક નજર આવી હતી જેમાં ગિન્ની બેબી બમ્પ સાથે નજર આવી હતી. ભારતી ગિન્ની અને અન્ય લોકોએ સાથે મળીને કરવા ચૌથ ઉજવી હતી

 તો આ સમય બાદ દિવાળીની શુભેચ્છા પાઠવવાં કપિલ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો ત્યારે ગિન્ની ખુરશી પાછળ ઉભેલી નજર આવે છે જેથી તેનું બેબી બમ્પ નજર ન આવે.

આપને જણાવી દઇએ કે, કપિલ અને ગિન્નીનાં લગ્ન ૧૨ ડિસેમ્ચબર ૨૦૧૮માં થયા હતાં, બંનેનાં લગ્ન જાલંધરમાં થઇ હતી. કપિલ શર્મા અને ગિન્નીએ દિલ્હી અને મુંબઇમાં રિસેપ્શન આપ્યું હતું.

 કપિલનાં લગ્નમાં બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીનાં ઘણાં કલાકાર પહોચ્યાં હતાં. કપિલ અને ગિન્ની એકબીજાને કોલેજનાં દિવસથી જાણે છે.

(3:29 pm IST)
  • ગુજરાત પ્રદેશ ભાજપના માળખાની આજે જાહેરાત થવા સંભાવના access_time 4:24 pm IST

  • ફેબ્રુઆરીમાં મેડિકલ કર્મચારી અને સિનિયર સિટીઝન માટે તથા એપ્રિલમાં દેશભરની પ્રજા માટે ઓકસફર્ડ કોરોના વેકસીન મળતી થઈ જશે : ભારતમાં ઓકસફર્ડ કોવિડ વેકિસન કોરોના વોરિયર્સ/ હેલ્થ કેર કર્મચારીઓ તથા સિનિયર સિટીઝનોને ૨૦૨૧ના ફેબ્રુઆરી આસપાસ મળતી થઈ જશે. જયારે દેશની સામાન્ય પ્રજા માટે એપ્રિલ સુધીમાં ઓકસફર્ડ કોરોના વેકિસન મળવા લાગશે. તેના બે ડોઝની વધુમાં વધુ કિંમત ૧૦૦૦ રૂપિયા આસપાસ રહેશે તેમ સિરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદર પુનાવાલાએ કહ્યું છે. access_time 12:52 pm IST

  • એક લેબ્રાડોર ડોગ, અને બે માલીક, હવે પોલીસ કરાવશે શ્વાનનો DNA ટેસ્ટ : હોશંગાબાદમાં એક લેબ્રા ડોગ પર બે લોકોએ માલિકી હક્ક બતાવ્યો :મામલો વધુ બિચકાતા પોલીસ મથકે પહોંચ્યો : બંને પક્ષોએ પોતાની તરફેણમાં કેટલાક દસ્તાવેજો પણ રજૂ કરતા પોલીસ પણ ચકરાવે ચડી : હવે પોલીસ કરાવશે શ્વાનનો DNA ટેસ્ટ access_time 12:52 am IST