Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

જાહેરાત બાદ ચર્ચામાં છવાયેલ ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ 'શિકારા-એ લવ લેટર ફોમ કાશ્મીર' ફેબ્રુઆરી - ર૦ર૦માં રિલીઝ થશે

નવી દિલ્હીઃ ફિલ્મી નિર્માતા વિધુ વિનોદ ચોપડાની આગામી ફિલ્મ 'શિકારા-એ લવ લેટર ફ્રોમ કાશ્મીર' પોતાની જાહેરાત બાદ ચર્ચામાં છવાયેલી છે, અને આ દરમિયાન દર્શકોને ખુશી વ્યકત કરવાની મળી ગઇ છે કારણ કે આ ફિલ્મ હવે નકકી તારીખ પહેલા રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મ હવે ૭ ફેબ્રુઆરી ર૦ર૦ના રોજ સિનેમાઘરોમાં રિઝીઝ થશે આ ખુશખબરી શેર કરતા નિર્માર્તાએ આપી છે.

વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ 'શિકારા'ને કાશ્મીરને એક પ્રેમ પત્રના રૂપમાં વર્ણવામાં આવ્યું છે, જેને જોઇને એવુ લાગી રહ્યું છે કે ફિલ્મ નિર્માતા પોતાની આ આગામી ફિલ્મ સાથે સુંદર વાદીઓ સાથે વધુ એક ફ્રેશ સ્ટોરી સાથે પોતાના પ્રશંસકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.

ફિલ્મ નિર્માતાએ તાજેતરમાં જ પોતાની પ્રતિષ્ઠિત ફિલ્મ 'પરિંદા'નો વિડીયો અને કિલપ શેર કરતા ૩૦ વર્ષ પુરા થતા ઉજવણી કરી હતી જે આજે પણ ભારતીય સિનેમાની એક ઓઇકોનિક ફિલ્મ છે તો બીજી તરફ પોતાની આગામી ફિલ્મ શિકારા સાથે, વિધુ દર્શકોની સામે ફિલ્મ-નિર્માણનો વધુ સારો નમુનો રજુ કરવા માટે તૈયાર છે જયા તે જમ્મુ કાશ્મીરની કહાનીઓ પર આધારિત એક કહાની રજુ કરશે.

વિનોદ ચોપડાના ફિલ્મ શિકારા-એ લવ લેટર ફ્રોમ કાશ્મીર હવે ૭ ફેબ્રુઆરી ર૦ર૦માં રિલીઝ થવા માટે તૈયાર છે ફોકસ સ્ટાર સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુ આ ફિલ્મ વિનોદ ચોપાડ પ્રોડકશન્સ દ્વારા નિર્મિત અને ફોકસ સ્ટાર સ્ટુડીયો દ્વરા સહ-નિર્મિત છે.

(5:33 pm IST)