Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

રાજકુમાર હિરાની શાહરૂખખાનની સાથે ફિલ્મ કરવાનું સપનું પુરૂ કરશેઃ કિંગ ખાનએ કેટલાક ડાયરેકટર્સ સાથે મુલાકાત કરી

નવી દિલ્હી: બોલીવુડના કિંગશાહરૂખ ખાન (Shah Rukh Khan) ગત એક વર્ષથી બ્રેક પર છે. ડાયરેકટર આનંદ એલ. રાયની ઝીરો બોકસ ઓફિસ પર એવી ફ્લોપ થઇ હતી કે કિંગ ખાને પોતાને સમય આપવાનો નિર્ણય કર્યો અને વિચારવાનું શરૂ કર્યું કે દર્શકો તેમની પાસેથી કયા પ્રકારની ફિલ્મ ઇચ્છે છે? તાજેતરમાં સાંભળવા મળ્યું છે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan)એ બોલીવુડના કેટલાક ડાયરેકટર્સ સાથે મુલાકાત કરી છે અને તેમના દ્વારા લખવામાં આવેલી સ્ક્રિપ્ટ્સ પર વિચાર કરી રહ્યા છે. આ ડાયરેકટર્સમાં સાઉથ ફિલ્મકાર એટલી, રાજકુમાર હિરાની અને અલી અબ્બાસ જફરના નામ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કિંગ ખાન આ ત્રણેય ડાયરેકટર્સની સ્ક્રિપ્ટ્સ પર વિચાર કરી રહ્યા છે.

જો પિંકવિલાની રિપોર્ટનું માનીએ તો કિંગ ખાનને આ ત્રણેય ડાયરેકટર્સની કહાનીઓ પસંદ આવી છે અને તે ત્રણેયને કરવાનું મન બનાવી રહ્યા છે. જોકે સૌથી પહેલાં તે ડાયરેકટર રાજકુમાર હિરાનીની સ્ક્રિપ્ટ પર ફિલ્મ શરૂ કરશે. સૂત્રોએ પોર્ટલને જાણકારી આપી છે કે એવું લાગે છે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan) ને ત્રણેય સ્ક્રિપ્ટ પસંદ આવી છે અને તે ત્રણેયને કરવાનું મન બનાવી રહ્યા છે. જોકે રાજકુમાર હિરાની એ સૌથી પહેલાં કિંગ ખાનની ડેટ્સ લોક કરી છે. તે એપ્રિલ 2020  માં પોતાની ફિલ્મ શરૂ કરશે. જો બધુ ઠીકઠાક રહે છે તો આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થઇ જશે.

તમને જણાવી દઇએ કે શાહરૂખ ખાન  અને રાજકુમાર હિરાની ખૂબ લાંબા સમયથી એકબીજા સાથે કામ કરવાનું વિચારી રહ્યા છે. જયારે રાજકુમાર હિરાનીએ મુન્નાભાઇ એમબીબીએસ લખી હતી તો સૌથી પહેલાં કિંગ ખાનને લેવાની વાત કરી હતી. જોકે કેટલાક કારણોના લીધે ફિલ્મ તેમની સાથે બની શકી ન હતી પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે રાજકુમાર હિરાની (Rajkumar Hirani)નું કિંગ ખાનની સાથે કામ કરવાનું સપનું પુરૂ કરવા જઇ રહ્યા છે.

(5:30 pm IST)