Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

આગામી વર્ષે દિવાળી ઉપર કંગના રનૌત સાથે ટકરાશે અક્ષયકુમારની ફિલ્મો

નવી દિલ્હી: વર્ષ ૨૦૨૦ માં  વધુ એક જોરદાર બોકસ ઓફિસ કલેશ થવાનો છે. આગામી વર્ષે દિવાળી પર અક્ષય કુમાર પોતાની મચઅવેટેડ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ ને લઇને સિનેમાઘર પહોંચવાના છે. આ ફિલ્મની જાહેરાત કરતાં મેકર્સે કહ્યું કે હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે આ ફિલ્મમાં તેમની લીડ સ્ટાર એકસ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર  હશે. આ ઉપરાંત એ પણ સ્પષ્ટ થઇ ચુકયું છે કે આ ફિલ્મ વર્ષ ૨૦૨૦ ની  દિવાળી પર સિલ્વર સ્ક્રીન પર પહોંચશે. પરંતુ આ સાથે જ બોકસ ઓફિસ પર થનાર મહાભિડંતની ફાઇનલ પણ થશે.

જોકે આ દિવસે બોલીવુડ સ્ટાર કંગના રનૌત  પોતાની ફિલ્મ ધાકડ   સાથે સિનેમાઘર પહોંચવાની છે. આ ફિલ્મનું ધમાકેદાર ટીઝર રિલીઝ કરતાં મેકર્સે તેને જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં કંગના રનૌત જોરદાર એકશન કરતી જોવા મળશે. ફિલ્મના ટીઝરમાં તેમનું દમદાર રૂપ જોઇને ફેન્સ ઇંપ્રેસ થઇ ગયા હતા. એવામાં આ ફિલ્મ વર્ષ ૨૦૨૦ ની  દિવાળી પર ધૂમ મચાવવા માટે તૈયાર છે.

ખાસ વાત એ છે કે પહેલી ફિલ્મ સાથે એકસ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની બોકસ ઓફિસ પર પરીક્ષા થવાની છે. આ ફિલ્મમાં તે રાજકુમારી સંયુકતાના પાત્રમાં જોવા મળશે. તો બીજી તરફ તેમની પ્રથમ ફિલ્મમાં બોકસ ઓફિસ પર સીધી ટક્કર કંગના રનૌત સાથે થવાની છે. એવામાં તેમના માટે ખૂબ મોટો પડકાર સાબિત થઇ શકે છે.

તમને જણાવી દઇએ કે અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણને યશરાજ બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મને નિર્દેશક ચંદ્વપ્રકાશ દ્વિવેદી ડાયરેકટર કરવાના છે. આ પહેલી પીરિયડ ફિલ્મ હશે જેમાં અક્ષય કુમાર રાજાનું પાત્ર ભજવી રહ્યા છે.

(5:26 pm IST)
  • જળ વિદ્યુત શક્તિનું ઉત્પાદન આ વર્ષે રેકોર્ડ બ્રેક 16 ટકા વધુ થયેલ છે access_time 10:02 pm IST

  • શ્રીલંકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ ગોટબાયા રાજપક્ષેએ પોતાના મોટાભાઈ મહિન્દા રાજપક્ષેને પ્રાઈમ મિનિસ્ટર બનાવ્યા access_time 8:04 pm IST

  • રાજયસભામાં શિવસેનાના બોલકા સાંસદ સંજય રાઉતને સૌથી છેલ્લી ''રો''માં બેસાડયા : ભાજપ સાથે છેડો ફાટયા પછીની નવી વ્યવસ્થા !! access_time 1:01 pm IST