Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ડેન્ગ્યુની બીમારીથી સાજી થઇ શ્રદ્ધા કપૂર: લાગી ગઈ કામ પર

મુંબઇ: અભિનેત્રી શ્રદ્ધા કપૂર બિછાના પરથી ઊઠીને સાજી થઇને ફરીથી કામ પર ચડી ગઇ હેાવાની જાણકારી મળી હતી. છેલ્લાં બે સપ્તાહથી ડેંગ્યુ ફિવરનો ભોગ બની હતી.એણે પોતાના ચાહકોનો સોશ્યલ મિડિયા પર આભાર માનતાં લખ્યું હતું કે હું ખરેખર લકી છું કે તમારા જેવા સતત પ્રેમ વર્ષાવતા ચાહકો મને મલ્યા છે. તમારા સૌૈની શુભેચ્છા અને પ્રાર્થના મને ફળી છે અને હું સાજી થઇને કામ પર ચડવા તૈયાર થઇ ગઇ છું. મારા પરિવારે પણ મને ખૂબ સરસ રીતે સાચવી હતી. 'લગભગ એક મહિનો સતત મારે આરામ લેવો પડયો. દરમિયાન હું ઘણા લાંબા સમય પછી મારા કુટુંબીજનો સાથે રહી શકી એનો પણ મને આનંદ છે. તમે સૌ સતત મારી તબિયતની ચિંતા કરતા રહ્યા હતા અને ઇન્ક્વાયરી કરતા રહ્યા હતા માટે હું તમારા સૌનો જાહેરમાં આભાર માનું છું' એમ શ્રદ્ધાએ લખ્યું હતું.છેલ્લે શ્રદ્ધાએ શાહિદ કપૂર સાથે શ્રી નારાયણ સિંઘની બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ કરી હતી. જો કે ફિલ્મને બોક્સ ઑફિસ પર ધાર્યો પ્રતિભાવ મળ્યો નહોતો. હાલ સુશાંત સિંઘ રાજપૂત સાથે છિછોરે ફિલ્મ કરી રહી છે. સાથોસાથ ઇન્ટરનેશનલ બેડમિંગ્ટન સ્ટાર સાઇના નેહવાલની બાયો ફિલ્મ પણ કરી રહી છે બાયો-ફિલ્મ ભૂષણ કુમાર બનાવી રહ્યા છે અને અમોલ ગુપ્તે એના ડાયરેક્ટર છે. બાહુબલિ ફેમ પ્રભાસ સાથે એણે તાજેતરમાં સાહો ફિલ્મ લગભગ પૂરી કરી.

(5:11 pm IST)