Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

પાવરફૂલ સેલેબ્ઝની લિસ્ટમાં પીકુની જોડીની બાજી મારી :દીપિકા-બિગ બી ટોપ પર: ખાન રહ્યા પાછળ

મુંબઈ :સદીના મહાનાયક અમિતાબ બચ્ચન અને હિંદી સિનેમાની 'મસ્તાની' દીપિકા પાદુકોણ બોલિવુડ અને રમતના ક્ષેત્રમાં દેશમાં સૌથી પ્રભાવશાળી હસ્તીઓ છે. યુગોવની પ્રભાવશાળી હસ્તીઓના સૂચકાંક 2018માં આ વાત કહેવામાં આવી છે. આ સૂચકાંક આંતરરાષ્ટ્રીય ડેટા એનાલિટિક્સ કંપની યુગોવ દ્વારા ઓનલાઈન એકત્ર કરાયેલા સર્વે પર આધારિત છે.

 આ સર્વેમાં બોલિવુડ અને રમત જગતની લગભગ 60 હસ્તીઓ અંગે લોકોની ધારણાઓને જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં પીકુની જોડી એટલે કે દીપિકા અને અમિતાભે બાજી મારી છે

આ છે ટોપ 10 લિસ્ટ

અમિતાભ બચ્ચન

દીપિકા પાદુકોણ

મહેન્દ્ર સિંહ ધોની

સચિન તેંડુલકર

અક્ષય કુમાર

વિરાટ કોહલી

આમિર ખાન

શાહરુખ ખાન

આલિયા ભટ્ટ

પ્રિયંકા ચોપડા

આ લિસ્ટમાં 15મું સ્થાન મળ્યુ છે રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતની શાન પી વી સિંધુને, તે પહેલી વાર આ લિસ્ટમાં શામેલ થઈ છે.

(1:49 pm IST)