Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કપિલ શર્મા કરવાનો છે ડિજિટલ ડેબ્યૂઃ લેશે ૨૦ કરોડ

મુંબઇ, તા.૨૦: કપિલ શર્મા ટીવીની દુનિયાનો તે સેલિબ્રિટીઝ છે જેનાં નામથી શો ચાલે છે તેને કોઇ ઓળખની જરૂર નથી. તેની સૂઝબૂઝ અને પરફેકટ કોમિક ટાઇમિંગથી ટીવીની દુનિયામાં તેણે ખાસ નામ જણાવી દીધુ છે. ફિલ્મોની વાત કરીએ તો તેણે કીસ કીસ કો પ્યાર કરુ જેવી કોમેડી ફિલ્મ તો ફિરંગી જેવી ફિલ્મ પણ આપી છે.

ટીવી શોમાં એક સફળ પડાવ બાદ હવે કપીલ શર્મા ડિજિટલ ડેબ્યુ કરવાની તૈયારીમાં છે. ખબર છે કે, તે જલદી જ એક વેબ સીરીઝની સાથે OTT પ્લેટફર્મ પર તેની શરૂઆત કરવાનો છે. જે માટે તે તગડીફી વસુલ કરી રહ્યો છે.

કપિલ શર્મા શોની દર અઠવાડિયાની ટીઆરપી જ જણાવે છે કે, લોકો આ શો કેટલો પસંદ કરે છે. કપિલનાં ડિજિટલ ડેબ્યૂ અંગે શોની સપના એટલે કે કૃષ્ણા અભિષેકે એ ખુલાસો કર્યો છે કે, હાલમાં જ એક એપિસોડમાં જયારે શત્રુઘ્ન સિન્હા કપિલ શર્માનાં શો મા તેમનાં દીકરા લવની સાથે આવ્યા હતાં. ત્યારે કૃષ્ણા અભિષેકે વાતો વાતોમાં જણાવ્યું કે, કપિલ શર્માએ OTT પ્લેટફર્મ પર તેની શરૂઆત માટે ૨૦,૦૦,૦૦,૦૦૦ એટલે કે ૨૦ કરોડ રૂપિયાની ભારે રકમ ચાર્જ કરી છે.

જોકે, કૃષ્ણાએ કપિલની આ ફીનો ખુબ મજાક ઉડાવ્યો હતો. ફેન્સ અને મનોરંજનની દુનિયામાં કપિલની ભારે લોકપ્રિયતા છે તેથી તે વાતમાં કોઇ બેમત નહીં કે કપિલે ડિજિટલ પ્રોજેકટ માટે આટલી મોટી રકમ ચાર્જ નહીં કરી હોય.

દર શનિવાર અને રવિવારનો દર્શકો આતુરતાથી ઇન્તઝાર કરતાં રહે છે. આવનારા એપિસોડમાં નોરા ફતેહી ફેમસ પંજાબી સિંગર ગુરુ રંધાવાની સાથે નજર આવશે.આ પણ વાંચો- ડર્ટી કેક' કાપવા પર નિયા શર્માએ તોડી ચુપ્પી, ટ્રોલિંગ પર આપ્યો સણસણતો જવાબ

તો આ વિકેન્ડમાં જ જેનેલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખ કોમેડી ચેટ શોમાં નજર આવશે. આ સાથે જ વાતો એમ પણ છે કે, ટૂંક સમયમાં અક્ષય કુમાર અને કિયારા અડવાણી તેમની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નાં પ્રમોશન માટે નજીક આવી શકે છે.

(3:27 pm IST)