Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

બોલીવૂડ કારકિર્દીના પ્રારંભથી માનુષિ ખુશ

સુપરસ્ટાર અક્ષય કુમારે વધુ એક ફિલ્મ પૃથ્વીરાજનું શુટીંગ શરૂ કરી દીધું છે. ત્રેપન વર્ષનો અક્ષય કુમાર યુવાઓને પણ પાછળ રાખી દે તેવી સ્ફુર્તિ અને તંદુરસ્તી ધરાવે છે. તેની સાથે આ ફિલ્મમાં માનુષિ છીલ્લર મુખ્ય રોલ નિભાવી રહી છે. ત્રેવીસ વર્ષની માનુસી અક્ષય કરતાં ત્રીસ વર્ષ નાની છે. વિશ્વસુંદરી આ ફિલમથી બોલીવૂડમાં પોતાની કારકિર્દી શરૂ કરવાની તક મળી હોઇ તેના કારણે અત્યંત ખુશ છે. ફિલ્મના સેટ પરથી બંનેની તસ્વીરો ખુબ વાયરલ થઇ છે. અક્ષય ગ્રે કલરના ટ્રેકસુટમાં છે અને માનુષી બોડીકોન ટોપ અને ડેનિમમાં ખુબ જ સુંદર દેખાઇ રહી છે. દર્શકોને વધુ એક વખત અક્ષય કુમાર અને નવી હિરોઇનની જોડી જોવા મળશે. પૃથ્વીરાજ ચોૈહાણની જિંદગી અને તેમની વિરતા પર આધારીત આ ફિલ્મ છે. જેનું નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરી રહ્યા છે. માનુષી ૨૦૧૭માં મિસ વર્લ્ડનો તાજ જીતી હતી. પ્રિયંકા ચોપડા પછી આ તાજ પોતાના નામે કરનારી માનુસી બીજી સુંદરી છે.

(10:30 am IST)