Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કામને કારણે નામના અને ભરપુર પ્રેમ મળ્યા છેઃ રાજપાલ

બોલીવૂડમાં ટોપના કોમેડીયન એકટર્સમાંથી એક રાજપાલ યાદવે તાજેતરમાં કહ્યું હતું કે હું આખી જિંદગી જુના દિવસોનો બોઝ લઇને ફરવા ઇચ્છતો નથી. રાજપાલ યાદવને બે વર્ષ પહેલા ઠગાઇના એક ગુનાના આરોપમાં ત્રણ મહિનાની જેલ થઇ હતી. હવે તેણે જેલના એ દિવસોનું દર્દ રજુ કર્યુ છે. રાજપાલે કહ્યું હતું કે પંદર વર્ષ સુધી મેં મારા બચાવમાં કાંઇપણ કર્યુ નથી કે નથી તો નકારાત્મક વિચાર કર્યો. હું જાણુ છું કે કોણ નકારાત્મક છે અને કોણ સકારાત્મક. હું માત્ર મારું કામ કરી જાણુ છું. જ્યાં કામ હોય છે ત્યાં જ કર્મ હોય છે. હું બાળપણથી મારા દરેક કામ પ્રત્યે સકારાત્મક રહ્યો છું. મને નથી ખબર કે આ સાચુ છે કે ખોટુ. લોકોને જે કરવું હોય એ કરવા દો. મેં મારા કામથી જ નામના મેળવી છે અને લોકોનો ભરપુર પ્રેમ પણ મેળવ્યો છે. આ બાબત જ મને ખુશી આપે છે. મારું કામ લોકોને ગમશે તો મારું જીવન આગળ વધશે. હાલમાં રાજપાલ યાદવ હંગામા-૨ના શુટીંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત રામગોપાલની ડ્રેગન ગર્લ, ફરહાનની હેલ્લો ચાર્લી અને અવનીશસિંહની સફાઇબાજનું શુટીંગ તે ખતમ કરી ચુકયો છે. બોલે ચુડીયા અને ભુલભુલૈયા-૨ પણ તેના હાથમાં છે.

(10:29 am IST)