Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

કોલકત્તામાં ૨૨ ઓક્ટોબરે કિશોર કુમાર અને એસ ડી બર્મનની પ્રતિમાનું અનાવરણ

મુંબઈ: લેજંડરી પાર્શ્વગાયક કિશોર કુમાર અને એવાજ લેજંડરી સંગીતકાર એસડી બર્મનની પ્રતિમા કોલકાતામાં સ્થાપવાની યોજના બંનેની ફેન ક્લબે કરી હોવાની માહિતી મળી હતી.સોમવારે ૨૨ ઓક્ટોબરે કિશોર કુમારના પાર્શ્વગાયક  પુત્ર અમિત કુમારના હસ્તે કિશોર કુમાર અને  એસ ડી બર્મનની પ્રતિમાનું અનાવરણ થશે એવી જાણકારી ફેન ક્લબના મહામંત્રી સુદીપ્ત ચંદ્રે આપી હતી. કોલકાતાના મેયર પ્રસંગે હાજરી રહેવાના છે. અત્યાર અગાઉ ફેન ક્લબે કોલકાતાના દક્ષિણિ એવેન્યુ-કીટાલા રોડ જંક્શ પર સંગીતકાર આર ડી બર્મનની પ્રતિમા સ્થાપિત કરી હતી.સુદીપ્તે પત્રકારોને કહ્યું હતું કે એક સમયે એસ ડી બર્મન કોલકાતાના સાઉથ એન્ડ પાર્કના ઢકુરિયા વિસ્તારમાં રહેતા હતા. આર ડી બર્મનની પ્રતિમાની બરાબર સામે બંને કલાકારો કિશોર કુમાર અને એસ ડી બર્મનની પ્રતિમાઓ સ્થાપિત કરાશે. કિશોર કુમારે પહેલાં લગ્ન કોલકાતાની ગુહા ઠાકુરતા સાથે કર્યા હતા. રીતે કિશોર કુમાર પણ કોલકાતા સાથે જોડાયેલા ગણાય એટલે એમની પણ પ્રતિમા સ્થાપિત કરાઇ રહી છે એમ ચંદ્રે વધુમાં કહ્યું હતું.

(5:07 pm IST)
  • સુરેન્દ્રનગર:શહેરમાં પસાર થતી દુધરેજ નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર વૃદ્ધ દંપતીએ ઝંપલાવતા પતિનું મૌત નીપજ્યું :પાલિકા ફાયર ફાયટર ટિમ દ્વારા વૃધ્ધ પત્નીને બચાવી લેવામાં આવી:પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી access_time 8:38 pm IST

  • બનાસકાંઠા:ડીસાના માણેકપૂરા ગામે ગરબા કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરની હાજરી:ગઈકાલે અલ્પેશ ઠાકોરનું માથું વાઢી લાવવા ઇનામ જાહેર કરતા ગરબા સ્ટેજ પરથી કર્યો લલકાર: મને મારવાના સપના જોનારાઓને કહું છું, રાત્રે 12 વાગે પણ એકલો ફરું છું જેને મારવો હોય તે આવી જાય access_time 5:32 pm IST

  • નર્મદા :સરદાર સરોવર નર્મદા નિગમ વિભાગે સિંચાઈનું પાણી આપવા જાહેરાત કરી:ખેડૂતોને રવિ-શિયાળુ પાક માટે મળશે પાણી:નર્મદા કમાન્ડ વિસ્તારમાં મળશે પાણી access_time 5:32 pm IST