Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'બધાઈ હો' અર્જુન કપૂરની ફિલ્મ 'નમસ્તે ઈંગ્લેન્ડ'ને પાછળ મૂકી

મુંબઈ: ગાયક અભિનેતા આયુષમાન ખુરાનાને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ બધાઇ હોએ વિપુલ અમૃતલાલ શાહની નમસ્તે ઇંગ્લેંડ ફિલ્મને હંફાવી હોવાની માહિતી મલી હતી.બધાઇ હોમાં એવી સ્ટોરીલાઇન છે કે ઘરમાં પૌત્ર-પૌત્રી હોય એવા સમયે દાદીમા અને ઘરની વહુ બંને સાથે પ્રેગનન્ટ થાય ત્યારે કેવી રમૂજી પરિસ્થિતિ સર્જાય છે. બીજી બાજુ નમસ્તે ઇંગ્લેંડ વિપુલ શાહની ૨૦૦૭-૦૮માં  રજૂ થયેલી નમસ્તે લંડન ફિલ્મની સિક્વલ છે. મૂળમાં કેટરિના કૈફ અને અક્ષય કુમારની જોડી હતી. સિક્વલમાં અર્જુન કપૂર અને પરિણિતી ચોપરા ચમક્યાં છે.બધાઇ હોએ રજૂ થયાના પહેલા દિવસે સવા સાત કરોડથી વધુની કમાણી કરી હતી. જો કે વરસે રજૂ થયેલી અન્ય હિટ ફિલ્મો સ્ત્રી અને રાઝીના પહેલા દિવસના વકરા કરતાં નમસ્તે ઇંગ્લેંડે સારો ધંધો કર્યો હતો.અપરિણિત યુવાન આયુષમાન ની પ્રેગનન્ટ થતી માતા તરીકે નીના ગુપ્તા ચમકી રહી છે. દંગલ ફેમ સાન્યા મલ્હોત્રા ફિલ્મમાં આયુષમાનની ગર્લફ્રેન્ડનો રોલ કરે છે. ગજરાજ રાવ આયુષમાનના દાદા અને સુરેખા સિક્રી આયુષમાનની દાદીના રોલમાં છે. એક કોમેડી ફિલ્મ છેઅગાઉના દાયકાઓમાં નાની ઉંમરે પરણી જતા યુવક યુવતીઓ ૩૫-૪૦ની વય સુધીમાં તો દાદા દાદી બની જતાતેમના સંતાનો પરણી જતા અને ક્યારેક એવું બનતું કે સાસુ-વહુ બંને સાથે પ્રેગનન્ટ થઇ જાયઆજે આવું બહુ ઓછું જોવા મળે છે.

(5:02 pm IST)