Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ન્યુ યોર્કમાં મંદિરની મુલાકાત લીધી રિશી અને નિતુ કપુરે

 રિશી કપુર હાલમાં સારવાર માટે ન્યુયોર્કમાં છે. તાજેતરમાં જ રિશી અને નીતુ કપૂર એક મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતાં. ત્યાં એક ફેને તેમની સાથે ફોટો પાડવાનો આગ્રહ કર્યો હતો. ફોટોમાં રિશી કપૂર સ્વસ્થ દેખાઇ રહ્યા છે. તેમની સાથે નીતુ કપૂર પણ છે. રિશી કપૂરને શું બીમીારી છે એ વિશે હજી સુધી કોઇ જાહેરાત કરવામાં નથી આવી.

(10:02 am IST)
  • સુરેન્દ્રનગર:શહેરમાં પસાર થતી દુધરેજ નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર વૃદ્ધ દંપતીએ ઝંપલાવતા પતિનું મૌત નીપજ્યું :પાલિકા ફાયર ફાયટર ટિમ દ્વારા વૃધ્ધ પત્નીને બચાવી લેવામાં આવી:પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી access_time 8:38 pm IST

  • સુરત: શહેરમાં સ્વાઈન ફ્લુમાં વધુ 3 કેસ પોઝિટિવ:સ્વાઈન ફ્લૂના પોઝિટિવ કેસની સંખ્યા 112 થઈ:પનાસના 20 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ:વેસુની 30 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ:વેસુના 59 વર્ષીય પુરુષનો પોઝિટિવ રિપોર્ટ:22 દર્દીઓ હજુ સારવાર હેઠળ: 1ને ડિસ્ચાર્જ કરાયા access_time 9:44 pm IST

  • ૭૧ કોર્પોરેટરો ઉપરાંત શિક્ષણ સમિતિના ૧૫ સભ્યો સહિત ૮૭નો પગાર વધારો મંજુરઃ રાજકોટઃ આજે જનરલ બોર્ડમાં કોંગ્રેસના ૭૧ કોર્પોરેટરો ઉપરાંત શિક્ષણ સમિતિના ૧૫ સભ્યો સહિત કુલ ૮૭ પ્રતિનિધિઓનો પગાર વધારો મંજુર થઈ ગયો હતોઃ હવે આ તમામને મહિને ૧૫૦૦૦ સુધીનું ભથ્થુ મળશે access_time 3:32 pm IST