Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

પરિણીતી ચોપરાએ ગણેશ ચતુર્થીની પાઠવી શુભેચ્છા

 મુંબઈ: AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરવા જઈ રહેલી બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી છે. પરિણીતીએ મંગળવારે સવારે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ભગવાન ગણેશની તસવીર શેર કરી અને લખ્યું, "ગણપતિ બાપ્પા મોર્યા." પરિણીતીના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરિણીતિના મુંબઈ એપાર્ટમેન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના ઘરને લાઈટિંગથી સજાવવામાં આવ્યું છે. રાઘવનું ઘર પણ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે, જેનો વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહી છે. તેમના ઘરને અરદાસ અને કીર્તન જેવી ધાર્મિક વિધિઓ માટે શણગારવામાં આવી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં પરિણીતી અને રાઘવની સગાઈ થઈ હતી જેમાં પ્રિયંકા ચોપરા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જેવી હસ્તીઓ હાજર રહી હતી.અહેવાલો અનુસાર, લગ્ન પહેલા વર-કન્યાના પરિવારો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે.હાલમાં જ તેમના લગ્નના રિસેપ્શન કાર્ડની એક તસવીર વાયરલ થઈ હતી. બંને 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરવાના છે.

(5:23 pm IST)