Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

ખલનાયકીનો આનંદલઇ રહ્યો છે વિજય

વિજય વર્મા એવો અભિનેતા છે જેને હીરો કરતાં વિલનગીરીના રોલ વધુ માફક આવી રહ્યા છે. એક સમય હતો જ્‍યારે પ્રાણસાહેબ દુષ્‍ટ માનવીનું પાત્ર ખુબ પ્રભાવી રીતે ભજવતાં હતાં. એ કારણે એ સમયે માતા-પિતા પોતાના પુત્રનું નામ કદી પણ પ્રાણ રાખતા નહોતાં. હાલમાં બોલીવૂડને આવો જ એક દમદાર મસ્‍તમજાનો એક્‍ટર મળ્‍યો છે જે પ્રાણસાહેબની જેમ જ અધમ વ્‍યક્‍તિના રોલનો આનંદ લઇ રહ્યો છે. વિજય છેલ્લે લસ્‍ટ સ્‍ટોરીઝમાં જોવા મળ્‍યો હતો. જેમાં તેના તમન્‍ના સાથે અંતરંગ દ્રશ્‍યો પણ હતાં. એ પહેલા આવેલા દહાડમાં તેણે જે ભુમિકા ભજવી હતી તેના પર ચાહકો ફીદા થઇ ગયા હતાં. સિરીયલ કિલરનો રોલમાં તેણે જીવ રેડી દીધો હતો. દર્શકોને તેને જોતાં એમ જ થાય કે આ માણસ કદી પકડાશે જ નહિ. વિજય કહે છે હું અત્‍યારે ખલનાયકીનો ભરપુર આનંદ ઉઠાવી રહ્યો છું. થોડા સમય માટે ટાઇપક્‍લાસ બની જાઉ તો મને ફિકર નથી. ઇમેજ બદલવા મારા ભાથામાં ઘણા તીર છે.

(11:10 am IST)