Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના પર્વ પર નુસરત જહાં અને મિમિ ચક્રવતીનો ધમાકેદાર ડાન્સ વિડિઓ આવ્યો સામે

મુંબઈ:સાંસદ નુસરત જહાં અને મીમી ચક્રવર્તીએ પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા દરમિયાન મા દુર્ગાનાં ગીતો પર નાચ્યા હતા. વીડિયો એકદમ વાયરલ થઈ રહ્યો છે. બંને સાંસદ બંગાળી ફિલ્મ ઉદ્યોગની પ્રખ્યાત નાયિકાઓ પણ છે.વીડિયોમાં અભિનેત્રી સુભાશ્રી ગાંગુલી પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે. 3 થી 8 ઓક્ટોબર દરમિયાન દુર્ગાપૂજનનો ઉત્સવ ચાલશે. જણાવી દઈએ કે ગીતને ટોલીવુડના સંગીતકાર ઇન્દ્રદીપદાસ ગુપ્તાએ કંપોઝ કર્યું છે.

 

(5:15 pm IST)