Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

રિતીકના ભાઇનો રોલ નિભાવશે ટીવી સ્ટાર નકુલ

ટીવી પરદે પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા શોથી જાણીતા બનેલા અભિનેતા નકુલ મહેતાએ અગાઉ ફિલ્મો પણ કરી છે.  પણ ટીવી પરદે તેને વધુ નામના મળી છે. ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટનું સંચાલન પણ તેણે કર્યુ હતું. ૨૦૧૬ અને ૨૦૧૯માં ટીવી શો ઇશ્કબાઝથી તેના ચાહકોની સંખ્યા ખુબ વધી હતી. બોલીવૂડમાં સોૈથી હેન્ડસમ હીરોમાં રિતીક રોશનની ગણતરી થાય છે, એમ ટીવી પરદે નકુલનું નામ આ બાબતે ટોચ પર છે. માંજરી આંખો અને હેન્ડસમ ફેસ તથા બોડીને કારણે નકુલના અસંખ્ય ચાહકો છે. હવે નકુલ રિતીક રોશન સાથે ફિલ્મી પરદે જોવા મળશે. રોહિત શેટ્ટી અને ફરાહ ખાન મળીને જે ફિલ્મ બનાવી રહ્યા છે તેમાં રિતીકના ભાઇના રોલ માટે નકુલને પસંદ કરવામાં આવ્યાની વાત છે. આ ફિલ્મ સત્તે પે સત્તાની રિમેક હોઇ શકે છે. જો કે ફિલ્મની કહાની વિશે હજુ કોઇ ઘોષણા થઇ નથી. અમિતાભ વાળા રોલ માટે એકમાત્ર રિતીક ફાઇનલ થયો છે. તેમજ તેના એક ભાઇ તરીકે નકુલની પસંદગી થઇ છે.

(10:10 am IST)
  • જામનગર : વકીલ કિરીટ જોશી હત્યા કેસના ભાગેડુ આરોપી જયેશ પટેલની ચાર કાર સહિત ચાર કરોડની મિલ્કત જપ્ત કરતી પોલીસ : કુલ 37 મિલ્કત પર તંત્રની વોચ : કેટલીક મિલ્કતમાં ભાડુઆત હોવાથી નોટિસ ફટકારી access_time 8:09 pm IST

  • પીવે પોલીસ...પકડે પોલીસઃ ગૃહમંત્રી પ્રદિપસિંહ રાજીનામુ આપેઃ કોંગ્રેસના પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાની માંગણીઃ શહેરના ભાગોળની હોટલો-પાર્ટી પ્લોટ-બુટલેગરોના અડ્ડાના આક્ષેપોઃ પોલીસ તંત્રનું નાક કપાયું મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં બનેલી ઘટનાથી સરકારે બોધપાઠ લેવો જરૂરી... access_time 3:44 pm IST

  • ગાંધીનગરના સચિવાલયમાંથી સરકારી ગાડી ચોરાઈ : ઘટના સીસીટીવીમાં કેદ ટાટા સુમો ચોરીને જઈ રહેલો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી access_time 5:50 pm IST