Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પ્રમોશનના કામમાં વ્યસ્ત મોૈની રોય

ટીવી પરદેથી ફિલ્મી પરદે પહોંચેલી મોૈની રોય હાલમાં નવી ફિલ્મ 'મેડ ઇન ચાઇના'માં મુખ્ય રોલ નિભાવી રહી છે. તે હાલમાં આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં મોૈની સાથે રાજકુમાર રાવ મુખ્ય રોલમાં છે. તાજેતરમાં મોૈની અને રાજકુમાર કરીના કપૂર જે શોમાં જજ છે તે ડાન્સ રિયાલીટી શોમાં ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા હતાં. આ વખતે કરીના કપૂર કાળા રંગના ડ્રેસમાં બોલ્ડ અદામાં જોવા મળી હતી. કરીનાની આ અદા જોઇને તેના ચાહકો પાગલ થઇ ગયા હતાં. બીજી તરફ મોૈની પણ જબરદસ્ત ચોકલેટ બ્રાઉન બ્લાઉઝ અને લહેંગા સાથે જબરદસ્ત ખુબસૂરત દેખાઇ રહી હતી. મોૈનીએ સ્વીકાર્યુ હતું કે કરીના કપુર તેની સોૈથી વધુ ફેવરીટ અભિનેત્રી છે. વેસ્ટ બંગાળમાં જન્મેલી મોૈનીએ ૨૦૦૭માં ટીવી પરદે કયું કી સાસ ભી કભી બહૂ થી દ્વારા અભિનય શરૂ કર્યો હતો. એ પછી તેણે કસ્તુરી, કહો ના યાર હૈ, ઝરા નચકે દિખા, દેવો કે દેવ મહાદેવ, ઝુનૂન, બિગ બોસ, એક થા રાજા એક થી રાની, નાગીન-૩ સહિતના શો કર્યા છે. અન્ય બે ફિલ્મો મોગલ અને બ્રહ્માસ્ત્રમાં પણ તે ખાસ રોલમાં છે.

(10:09 am IST)