Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ત્રણ નવી ફિલ્મો 'પલ પલ દિલ કે પાસ', 'પ્રસ્થાનમ' અને 'ધ ઝોયા ફેકટર' રિલીઝ

આજથી ત્રણ ફિલ્મો 'પલ પલ દિલ કે પાસ', 'પ્રસ્થાનમ' અને 'ધ ઝોયા ફેકટર' રિલીઝ થઇ છે.

નિર્માતા ઝી સ્ટુડિયોઝ, સની સાઉન્ડ પ્રા.લિ. અને નિર્દેશક સની દેઓલની ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'માં સંગીત સંચેત-પરમ્પરા અને તનિષ્ક બાગચીનું છે. સની દેઓલ આ ફિલ્મથી પોતાના પુત્ર કરણ દેઓલને બોલીવૂડમાં લોન્ચ કરી રહ્યો છે. જેમાં હિરોઇન તરીકે સહર બામ્બા જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં સિમોન સિંઘ, આકાશ આહુજા, મન્નુ સંધુ, કામિની ખન્ના, આકાશ ધર, વિજયકાંત કોહલી, મેઘના મલ્લીક, નુપુર નાગપાલ, દિક્ષા બહલ, અર્ષ વાહી અને રૂબેન ઇઝરાયલની ભૂમિકા છે.

ધર્મેન્દ્રએ સની દેઓલને ફિલ્મ બેતાબ થકી લોન્ચ કર્યો હતો. સની દેઓલે તેના પુત્ર કરણને પલ પલ દિલ કે પાસ નામની લવસ્ટોરીથી લોન્ચ કર્યો છે. ધર્મેન્દ્ર અને સની બંને એકશન હીરો તરીકે જાણીતા છે. પણ સની અને તેના પુત્ર કરણ બંનેના લોન્ચીંગ રોમાન્ટીક ફિલ્મથી થયા છે. કરણની ફિલ્મની કહાની હિમાચલના ખુબસૂરત પહાડોમાં શરૂ થાય છે. અહિ તેની અને હિરોઇનની મુલાકાત થાય છે. બંને વચ્ચે પ્રેમ થાય છે અને પછી અનેક અડચણો ઉભી થાય છે. અંતે શું થાય છે તે જાણવા ફિલ્મ જોવી પડશે. ટ્રેલર લોકોને ગમ્યું છે. સનીએ ફિલ્મનું નામ પિતા ધર્મેન્દ્રની ફિલ્મ બ્લેકમેલના સુપરહિટ ગીત પરથી રાખ્યું છે.

બીજી ફિલ્મ 'પ્રસ્થાનમ'ના નિર્માતા માન્યતા દત્ત, સંજય એસ. દત્ત પ્રોડકશન્સ તથા નિર્દેશક દેવ કટ્ટા છે. ફિલ્મમા઼ સંજય દત્ત, મનિષા કોઇરાલા, જૈકી શ્રોફ, અલી ફઝલ, સત્યજીત દુબે, અમાયરા દસ્તુર અને ચંકી પાંડે મુખ્ય ભુમિકામાં છે. કહાની બલદેવ પ્રતાપસિંહ (સંજય દત્ત)ની છે. બલદેવસિંહ એક સફળ રાજનેતા છે, પરંતુ સાથોસાથ ખુબ જ ક્રુર પણ છે. પોતાની મંજીલ સુધી પહોંચવા માટે તે કોઇપણ હદ સુધી જઇ શકે છે. બલદેવના બે પુત્રો આયુષ (અલી ફઝલ) અને વિવાન (સત્યજીત દુબે) છે. આ બંને ભાઇઓના મિજાજ એક બીજાથી તદ્દન અલગ છે. કઇ રીતે વિવાન અને આયુષ પિતા બલદેવસિંહના સામ્રાજ્ય અને અખંડતાને પ્રભાવીત કરે છે તે ફિલ્મમાં દેખાડાયું છે. ફિલ્મની કહાની સન્માન અને વિરાસત માટે પરિવારની પેઢીઓ વચ્ચે ચાલતા ટકરાવની છે. તાકાત, લાલચ, પ્રેમ અને ભ્રમની જાળમાં આ કહાનીને ગુંથવામાં આવી છે. આ ફિલ્મ ૨૦૧૦માં આવેલી તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક છે. એ ફિલ્મ પણ પ્રસ્થાનમ નામથી બની હતી.

ત્રીજી ફિલ્મ 'ધ ઝોયા ફેકટર'ના નિર્માતા પૂજા શેટ્ટી, આરતી શેટ્ટી અને ફોકસ સ્ટાર સ્ટુડિયોઝ અને નિર્દેશક અભિષેક શર્મા છે. ફિલ્મમાં સંગીત શંકર-અહેસાન-લોયનું છે. અનુજા ચોૈહાણની બૂક પર આધારીત આ ફિલ્મમાં સોનમ કપૂર, દૂલકર સલમાન, સંજય કપૂર, અંગદ બેદી, સિકંદર ખેર, ઉદીત અરોરા, અભિષેક ચોૈધરી, જશનસિંઘ કોહલી, ગાંધર્વ દેવાન, રાહુલ ખન્ના, પૂજા ભમરાહ, પંકજ ધીર સહિતના કલાકારોએ કામ કર્યુ છે. રોમાન્ટીક ડ્રામા જોનરની આ ફિલ્મમાં સોનમ ઝોયા સોલંકી નામની છોકરીના રોલમાં છે. જે ભારતીય ક્રિકેટ ટીમ માટે લક્કી ચાર્મ ગણાય છે.

(10:09 am IST)
  • રાત્રે ૧૦.૩૦ વાગ્યાની લેઇટેસ્ટ ઇનસેટ તસ્વીરમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાત ઉપર ઘટાટોપ વાદળાઓ ગંજ ખડકાયેલા જોવા મળે છે. access_time 12:47 am IST

  • મમતા આજે અમિત શાહને મળ્યા : NRC અંગે ગહન ચર્ચા access_time 4:00 pm IST

  • સાંજે ૭ આસપાસ વલસાડ-તિથલના આકાશમાં વીજળીના જબ્બર ચમકારા અને ગડગડાટ વચ્ચે ધીમી ધારે વરસાદ ચાલુ. access_time 8:23 pm IST