Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

કરણની ફિલ્‍મ ૧૧ જાન્‍યુઆરીએઃ સની દેઓલનો ખાસ રોલ

સની દેઓલ ફરીથી બોલીવૂડમાં સક્રિય થયો છે. તેની નવી ફિલ્‍મ ‘બ્‍લૈંક' આવતા વર્ષે ૧૧મી જાન્‍યુઆરીના રોજ રિલીઝ થશે. આ ફિલ્‍મમાં સની દેઓલ સાથે હીરો કરણ કાપડીયા જોવા મળશે. બ્‍લૈંકનું નિર્માણ શ્રીકાંત ભસી, નિશાંત પિટ્ટી, ટોની ડિસૂઝા અને વિશાલ રાણા સાથે મળીને કરી રહ્યા છે. નિર્દેશનનું કામ બેહઝાદ ખમ્‍બાટાને સોંપાયુ છે. આ ફિલ્‍મ કરણ કાપડીયાને લોન્‍ચ કરવા માટે બનાવાઇ છે. કરણ એ ડિમ્‍પલ કાપડીયાનો ભત્રીજો છે. કરણની માતાનું નામ સિમ્‍પલ કાપડીયા છે. સિમ્‍પલ અને ડિમ્‍પલ બંને બહેનો છે. સિમ્‍પલે પણ અમુક ફિલ્‍મો કરી હતી. સિમ્‍પલના મૃત્‍યુ પછી કરણને ડિમ્‍પલે જ મોટો કર્યો છે. અક્ષય કુમાર પણ કરણની કારકિર્દી બનાવવામાં રસ લઇ રહ્યો છે.

(12:18 pm IST)
  • ગૃહનું સત્ર પૂર્ણ થતા જ ખેડૂતોને સરકાર પાસે રાહતની આશા સરકાર ટેકાના ભાવની ખરીદી કે ખેડૂતોના દેવા મુદ્દે જાહેરાત કરે તેના પર નજર access_time 3:19 pm IST

  • સુરત:પાટીદાર સમાજના દિગ્ગજ ધીરુભાઈ ગજેરાનું કોંગ્રેસમાંથી રાજીનામુ:કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ ગજેરાએ રાજીનામુન આપ્યું :હાલ ધીરુભાઈ ગજેરા કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ : ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે ધીરુભાઈ ગજેરા :કોંગ્રેસમાંથી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડ્યા હતાં access_time 9:53 pm IST

  • ડાંગ જીલ્લામાં સાપુતારા અને વધઈમાં ૧ ઈંચ વરસાદ access_time 11:43 am IST