Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ફિલ્મ કેજીએફના બીજા ચેપ્ટરનું શૂટિંગ મૈસૂરમાં શરૂ

મુંબઈ: પ્રશાંત નીલના દિગ્દર્શનમાં બની રહેલી બ્લોકબસ્ટર ફિલ્મ કેજીએફના બીજા ચેપ્ટરનું શૂટિંગ સંજય દત્તે શરૂ કરી દીધું છે. અહેવાલ અનુસાર સંજય દત્તે એક્ટર યશ સાથે મૈસૂરમાં શૂટિંગ શરૂ કર્યુ છે અને શૂટિંગ માટે સંજય દત્ત લલિતા મહલ પેલેસમાં રોકાયો છે.આ શૂટ માટે સપ્તાહનો સમય ફાળવવામાં આવ્યો છે. તેમજ ફિલ્મના કલાકારો અને ક્રૂને જણાવી દેવાયું છે કે ફિલ્મની કોઈપણ માહિતી લીક થવી ન જોઇએ. ફિલ્મના સેટ પર મોબાઇલ તેમ જ અન્ય ઉપકરણો પર પ્રતિબંધ મુકાયો છે. ફિલ્મમાં સંજય દત્ત અધીરાનું પાત્ર ભજવી રહ્યો છે.

(5:27 pm IST)