Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સુરજ બડજાત્યાની ફિલ્મમાં સલમાન નજરે પડશે નેગેટિવ રોલમાં

મુંબઇ:  સલમાન ખાન અને સૂરજ બડજાત્યા ફરી એક વખત સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ  જોડીએ  છેલ્લે પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં કામ કર્યું હતું. હવે આ વખતની ફિલ્મની વાર્તા આઉટ-ઓફ-ધ-બોક્સ હોવાનું કહેવાઇ રહ્યું છે. સૂરજની ટીમ આ ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. બડજાત્યા સાથે સંકળાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, સૂરજજી અને સલમાન સતત  સંપર્કમાં છે. આ બન્નેએ મળીને ચાર બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. આ દરેક ફિલ્મોમાં સલમાન ખાનને પ્રેમના પાત્રમાં એક આદર્શ પુત્ર તરીકે તેમજ આદર્શ ભાઇ તરીકે દર્શાવામાં આવ્યો છે. પરંતુ આ વખતે સલમાન ખાનનો અંદાજ બિલકુલ નવો હશે.મળેલી જાણકારી પ્રમાણે આ વખતે સલમાન ખાન સૂરજ બડજાત્યાની ફિલ્મમાં નકારાત્મક પાત્રમાં જોવા મળે તેવી શક્યતા છે. જોકે સૂત્રે એમ પણ જણાવ્યું હતું કે, સલમાન ખાનને રૂપેરી પડદે નેગેટિવ પાત્ર ભજવવા પસંદ નથી. પરંતુ સૂરજ બડજાત્યા માટે તે કદાચ આમ કરવા પણ રાજી થઇ જાય તેવી શક્યતા છે. જો આમ થશે તો સલમાન રૂપેરી પડદે પ્રથમ વખત વિલનના પાત્રમાં જોવા મળશે.

(5:26 pm IST)