Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ફૂટબોલ કોચના રોલમાં નજરે પડશે અજય દેવગણ

મુંબઈ:   બોલિવૂડનો સિંઘમ સ્ટાર અજય દેવગણ તેની આગામી ફિલ્મમાં ફૂટબોલ કોચની ભૂમિકા નિભાવતો જોવા મળશે. અજય ફિલ્મ મેદાનમાં ભારતીય ફૂટબોલ ટીમના કોચ રહેલા સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકા નિભાવતા જોવા મળશે. ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની યોજના છે.આ ફિલ્મમાં અજય સાથે દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી ક્રિતી સુરેશ છે. જાહ્નવી કપૂરે પિતા બોની કપૂરને આ ફિલ્મ માટે અભિનંદન પાઠવ્યા છે, જે તેના સહ નિર્માતા છે.મદન એક પિરિયડ ફિલ્મ છે, જે 1952 થી 1962 નો સમય બતાવશે. ફૂટબોલ પ્રેમીઓ તેને ગોલ્ડન એરા તરીકે ઓળખે છે. આ સમય દરમિયાન, ભારતે ફૂટબોલની રમતમાં ઘણી ચાઈઓને સ્પર્શ કરી હતી.

(5:18 pm IST)