Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

નેહા થઇ ગઇ ટ્રોલ

મૈ આઇ કમ ઇન મેડમ...જેવા હિટ શોને કારણે જાણીતી અભિનેત્રી નેહા પેન્ડસે બિગ બોસ-૧૨માં પણ ભાગ લઇ ચુકી છે. નેહાએ તાજેતરમાં સગાઇ કરી લીધી હોવાની વાતો વહેતી થઇ હતી. તેની તસ્વીરો ઇંસ્ટાગ્રામ પર આવતાં જ તે ટ્રોલ થઇ હતી. કારણ કે તે જે શખ્સ સાથે રોમાન્ટીક મૂડમાં દેખાઇ રહી છે તે શર્દુલ સિંહનું શરીર ખુબ હૃષ્ટપૃષ્ટ છે. આ કારણે નેેહાને સોશિયલ મિડીયાના યુઝર્સએ ટ્રોલ કરીને લખ્યું હતું કે આના કરતો તો ઘણો સારો છોકરો મળી શકયો હોત. હદ તો ત્યાં થઇ ગઇ કે કેટલાકે શર્દુલને નેહાના ભાઇ તરીકે ઓળખાવ્યો હતો. જો કે નેહાએ હજુ સગાઇ થઇ ગયાની વાત જાહેર કરી નથી. તેની તસ્વીરોમાં તે શર્દુલના પરિવારજનો સાથે પણ ખુશખુશાલ જોવા મળી રહી છે. નેહાને એંગેજમેન્ટ રિંગ પણ તસ્વીરમાં દેખાઇ હતી. નેહાએ પૈસાને કારણે શર્દુલ સાથે સગાઇ કર્યાનું પણ યુઝર્સએ લખ્યું હતું. નેહા પોતે પણ અગાઉ વજનદાર શરીર ધરાવતી હતી. પણ તેણે ખુબ મહેનત કરી જબરદસ્ત ફિટનેસ મેળવી લીધી હતી.

(9:59 am IST)