Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

દબંગ-૩નું મોટા ભાગનું શુટીંગ પુરૂ

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ દબંગ-૩નું મોટા ભાગનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. છેલ્લા તબક્કાના શુટીંગ માટે સમગ્ર ટીમ જયપુર પહોચી હતી. આ વર્ષના અંતમાં ફિલ્મ રિલીઝ થઇ જવાની શકયતા છે. ફિલ્મનું પ્રારંભીક શુટીંગ મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યું હતુ. એ પછી મુંબઇમાં શુટીંગ થયું હતું. સલમાન ખાન ટીવી શોમાં પણ ભાગ લઇ રહ્યો હોઇ ઝડપથી ફિલ્મનું શુટીંગ કરી રહ્યો છે. આ વખતે દબંગની જુની ટીમ સાથે નવા કલાકારો પણ જોવા મળવાના છે. સોનાક્ષી ફરીથી રજ્જોના રૂપમાં જોવા મળવાની છે. જો કે આ ફિલ્મમાં સલમાનના યુવાન વયના રોલમાં તે મહેશ માંજરેકરની દિકરી સઇ સાથે રમોાન્સ કરતો જોવા મળશે. મહેશ માંજરેકરનો રોલ પણ છે. જો કે મુખ્ય રોલમાં સોનાક્ષી છે. દબંગ અને દબંગ-૨ પહેલાની કહાની દેખાડાઇ છે. કહેવાય છે કે કહાની એક પોલીસ અધિકારીની અસલી જિંદગી પરથી આધારીત છે. વિલન તરીકે  કિચ્ચા સુદિપ ટક્કર લેશે.

(9:59 am IST)