Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સૈફ સાથે કામ કરવું એ અદ્દભુત અનુભવઃ અનુપ્રિયા

અનેક સફળ વેબ સિરીઝમાં અને ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી અનુપ્રિયા ગોયેન્કા સેક્રેડ ગેમ્સ-૨માં પણ ખાસ રોલમાં  છે. ટાઇગર જિંદા હૈ અને પદ્દમાવતમાં અભિનય ક્ષમતા દેખાડી ચુકેલી અનુપ્રિયાએ કહ્યું હતું કે મને સેક્રેડ ગેમ્સ-૨માં સૈફ અલી ખાનની પત્નિ મેઘાનો રોલ મળતાં હું ખુશ છું. પહેલી સિઝનમાં મારી માત્ર ઝલક દેખાડઇ હતી. નિર્માતાઓએ અગાઉ સરતાજ (સૈફ)ની સમગ્ર જિંદગી ઉજાગર કરી નહોતી. હવે બીજી સિઝનમાં સરતાજના જીવનની ભાવનાત્મક ઉથલ-પાથલ પણ દેખાડાઇ છે. મેઘા સાથે તેના રિલેશન, પ્રેમ સહિતની બાબતો જોવા મળશે. અનુપ્રિયા કહે છે મારું મેઘાનું પાત્ર ખુબ જ મહત્વપુર્ણ છે. ખુશી તો એ વાતની છે કે સૈફ અલી ખાન સાથે કામ કરવા મળ્યું, એ એક અદ્દભુત અનુભવ હતો. તે ખુબ જ નમ્ર અને વિવેકી છે. તેની સાથે અલગ-અલગ દ્રશ્યો નિભાવવાનું કામ મજેદાર હતું.

(9:58 am IST)