Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સારા ખાનની ફિલ્મ કેદારનાથ રજૂ થશે 2019માં

મુંબઇ: સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની પહેલવહેલી ફિલ્મ કેદારનાથ વર્ષે નહીં પણ આવતા વર્ષે રિલિઝ થવાની શક્યતા છે.દિગ્દર્શક અભિષેક કપૂરે થોડા દિવસ પહેલાં સોશિયલ મિડિયામાં જણાવ્યું હતું કે 'કેદારનાથ' ફિલ્મ ૩૦મી નવેમ્બરે રિલિઝ થશે. પરિણામે પ્રેક્ષકોની ઉત્સુકતા વધી ગઈ હતી. બોક્સ ઓફિસ ઉપર બીજી ફિલ્મ સાથે ટકરાવ ટાળવા માટે 'કેદારનાથ'ની તારીખ પાછળ ઠેલવામાં આવી હોવાની શક્યતા છે. સૈફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાનની કેદારનાથ ફિલ્મ પાછી ઠેલાશે તો પછી રોહિત શેટ્ટી દિગ્દર્શિત 'સિમ્બા' તેની ડેબ્યૂ ફિલ્મ બની રહેશે.

(3:38 pm IST)