Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સ્વ.શ્રીદેવીની ઓનસ્ક્રીન બહેનનું કેન્સરથી નિધન

મુંબઇ: ટોચની અભિનેત્રી સદ્ગત શ્રીદેવીની હિટ કમબેક ફિલ્મ ઇંગ્લીશ વીંગ્લીશમાં શ્રીદેવીની બહેનનો રોલ કરનારી અભિનેત્રી સુજાતા કુમારનું કેન્સરના ચોથા તબક્કામાં રોગ સામે લડતાં અવસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.ચોથા સ્ટેજનું કેન્સર એટલે ડૉક્ટરોની દ્રષ્ટિએ હોપલેસ કેસ હતો પરંતુ સુજાતા બહાદૂરીપૂર્વક રોગ સામે લડી રહી હતી. એની સગી બહેન અને ટોચની ગાયિકા-અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિએ ટ્વીટર પર જાહેર કર્યું હતું કે મારી બહેન અભિનેત્રી સુજાતા કુમારે કેન્સરના ટર્મિનલ સ્ટેજ સામે લડતાં પ્રાણ ગુમાવ્યા હતા. શનિવારે રાત્રે ૧૧.૨૬ વાગ્યે એણે અંતિમ શ્વાસ લીધા હતા... એને મુંબઇની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાઇ હતી જ્યાં એના મોટા ભાગના અવયવો કામ કરતાં અટકી ગયા હતા....સુજાતાએ અન્ય કેટલીક ફિલ્મોમાં પણ નાના નાના રોલ કર્યા હતા જેમાં કરણ જોહરની ગોરી તેરે પ્યાર મેં અને આનંદ એલ રાયની રાંઝણા નો સમાવેશ થયો હતો.  ૨૦૧૨માં શ્રીદેવી સાથે ઇંગ્લીશ વીંગ્લીશ ફિલ્મ કરી પહેલાં સુજાતાએ હૉટલ કિંગ્સ્ટન, અનિલ કપૂરની ૨૪ અને બોમ્બે ટૉકિંગ જેવી કેટલીક ટીવી સિરિયલો અને ટીવી શો કર્યા હતા.  ખુશમિજાજ હતી. અગાઉ એકવાર કેન્સરમાંથી મુક્ત થઇ ચૂકી હતી. સમયેજ ડાયરેક્ટર ગૌરી શિંદેએ એને ઇંગ્લીશ વીંગ્લીશમાં ચમકાવી એટલે સુજાતા ખુશ હતી. પરંતુ ત્યારબાદ કેન્સરે ફરી ઊથલો માર્યો હતો.

(3:37 pm IST)