Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સંઘર્ષના દિવસોમાં મેં બિસ્કિટ કરીને પેટ ભર્યું છે:રાજકુમાર રાવ

મુંબઇ: ટોચના અભિનેતા રાજકુમાર રાવે કહ્યું હતું કે અભિનેતા તરીકેના સંઘર્ષના દિવસોમાં હું ઘણીવાર માત્ર બિસ્કીટ ખાઇને પેટ ભરતો હતો. ' સમયે એક ટંકના ભોજનના ફાંફા હતા. આમ તો દરેક ઉત્તર ભારતીયની જેમ હું પણ વિવિધ વાનગીઓ ઝાપટવાનો શૉખીન છું. આજે હું મનભાવતી વાનગી ખાઇ શકવા જેટલો સદ્ધર છું પરંતુ હવે અભિનેતા હોવાથી ચુસ્તી સ્ફૂર્તિ જાળવવા ડાયેટિંગ કરવું પડે છે' એમ નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતાએ કહ્યું હતું.જો કે ક્યારેક કોઇ રોલ માટે વજન વધારવાની જરૃર પડે ત્યારે હું ભાવતી વાનગીઓ પર તૂટી પડું છું અને દબાવીને ખાઇ લઉં છું. પરંતુ દરેક વખતે એવું શક્ય બનતું નથી એમ એણે વધુમાં કહ્યું હતું.તેણે કહ્યું કે હું પહેલીવાર ગુરગાંવથી મુંબઇ આવ્યો ત્યારે બીજા બે જણ સાથે એક ભાડાના ફ્લેટમાં રહેતો હતો. કામ નહોતું મળ્યુંએટલે ખાવાના ફાંફા હતા. ક્યારેક નજીકના રેસ્ટોરાંમાંથી રોટલી અને શાક લઇ આવતો તો ક્યારેક માત્ર બિસ્કીટ ખાઇને પેટ ભરી લેતો. ક્યારેક માત્ર બે ગ્લાસ પાણી પીને સુવાના દિવસો આવી જતા.આજે જ્યારે પરિસ્થિતિ સારી છે ત્યારે હું પાત્રને ધ્યાનમાં રાખીને સ્વાદેન્દ્રીય પર સંયમ રાખવાના પ્રયાસો કરતો હોઉં છું.

(3:36 pm IST)