Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અમિતાભ બચ્ચને શરૂ કર્યું કોૈન બનેગા કરોડપતિની ૧૦મી સીઝનનું શૂટિંગ

મુંબઇ તા.૨૦: અમિતાભ બચ્ચને શનિવારે થોડી ગભરામણ અને આશંકાઓની સાથે  'કોૈન બનેગા કરોડપતિ' (KBC) ની દસમી સીઝનનું શૂટિંગ શરૂ કર્યું હતું. તેઓ ૨૦૦૦થી આ શો સાથે જોડાયેલા છે. આ શો ૩ સપ્ટેમ્બરથી સોની ટીવી પર શરૂ થશે.

તેમણે ભુતકાળની યાદોને તાજી કરતાં બ્લોગ પર લખ્યું હતું કે ' પહેલા દિવસે KBC ના શૂટિંગ દરમ્યાન આશંકાઓ અને ગભરામણ હતી. KBC ને ભારતમાં અઢાર વર્ષ થયાં અને આ દસમી સીઝન છે... એની સાથે હું જોડાયેલો છું. અજબ છે પણ આ જ સત્ય છે. તમારા લોકોના પ્રેમ અને સહકાર વિના આ શકય નહોતું.'

(10:47 am IST)