Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

માલવિકા મોહનનને મળી રજનીકાંત સાથેની ફિલ્મ

સુપરસ્ટાર સાથે ફિલ્મ કરવા માટે કોઇપણ અભિનેત્રી તૈયાર રહેતી હોય છે. પણ આ તક બહુ ઓછી અભિનેત્રીને મળે છે. હાલમાં રજનીકાંત નવી ફિલ્મનું કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેની સાથે વધુ એક નવી હિરોઇન છે. જેનું નામ માલવિકા મોહનન છે. કાર્તિક સુબ્બરાજના નિર્દેશનમા બની રહેલી ફિલ્મમાં માલવિકાને રજનીકાંતની હિરોઇન તરીકે સાઇન કરવામાં આવી છે. માલવિકા જાણીતા સિનેમેટોગ્રાફર કે.યુ. મોહનનની દિકરી છે. તે હાલમાં જ માજીદ મજીદીની ફિલ્મ બિયોન્ડ ધ કલાઉડ્સમાં જોવા મળી હતી. જેમાં ધડક ફેઇમ ઇશાન ખટ્ટર મુખ્ય રોલમાં હતો. માલવિકાની આ પહેલી તલિમ ફિલ્મ છે. અગાઉ તે ધોબીઘાટ પર એકદમ સરળ લૂકમાં જોવા મળી હતી. હવે રજનીકાંત સાથે ગ્લેમરસ લૂક હશે.

 

(9:36 am IST)