Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

સંગીતકાર ત્રિપુટી શંકર-અહેસાન-લોય માટે ખાસ છે ડિજિટલ ડેબ્યુ સિરીઝ 'બંદિશ બેન્ડિટ્સ'

મુંબઇ તા. ૨૦: વેબ-સિરીઝ 'બંદિશ બેન્ડિટ્સ'માં સંગીત આપનાર જોડી શંકર એહસાન લોયએ જણાવ્યું છે કે એનાં ગીતો તમામ લોકોને મનોરંજન પૂરું પાડશે. આ વેબ-સિરીઝ ચોથી ઓગસ્ટે અમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. દસ એપિસોડની આ વેબ-સિરીઝ અગલ-અલગ મ્યુઝિકલ બેકગ્રાઉન્ડથી આવેલા બે યુવાઓની લવ સ્ટોરી છે. એમાં રિત્વિક ભૌમિક, શ્રેયા ચૌધરી, નસીરુદ્દીન શાહ, અતુલ કુલકર્ણી, કુણાલ રોય કપૂર, શીબા ચઢ્ઢા અને રાજેશ તેલંગ પણ જોવા મળશે. આ વેબ-સિરીઝ દ્વારા શંકર એહસાન લોય ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરવાનાં છે. આ સિરીઝ વિશે શંકર એહસાન લાયએ કહ્યું હતું કે -આ વેબ-સિરીઝ અમારા માટે અનેક દૃષ્ટિએ અગત્યની છે. એના દ્વારા અમે ન માત્ર ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી રહ્યા છીએ, પરંતુ એના સાઉન્ડ ટ્રેક મારફતે અમે અલગ-અલગ મ્યુઝિક પર હાથ અજમાવી રહ્યા છીએ. સિરીઝમાં અમે રાજસ્થાની પારંપરિક મ્યુઝિકથી માંડીને ઇન્ડિયન કલાસિકલ, પોપ મ્યુઝિક આપીને, એને કમ્બાઇન કરીને અલગ અનુભવ આપવાનો પ્રયાસ પણ કર્યો છે. આ સિરીઝમાં અમે દેશના અલગ-અલગ કલાકારો સાથે કામ કર્યું છે. એથી અમને પૂરો વિશ્વાસ છે કે એના સાઉન્ડ ટ્રેક દરેક માટે કંઈને કંઈ લઈને આવશે. આ ખરેખર ખૂબ જ ઉત્સાહપ્રેરક છે અને અમને આશા છે કે જે રીતે એને બનાવતી વખતે અમને આનંદ આવ્યો એટલો જ આનંદ લોકોને એને સાંભળીને પણ મળશે.

(3:54 pm IST)