Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે રાજકુમાર રાવ

બોલીવૂડમાં સાઉથની સુપરહિટ ફિલ્મોની અનેક રિમેક બની ચુકી છે. વધુ એક તેલુગુ સુપરહિટ ફિલ્મ જેનું નામ જ 'હિટ' છે તેની હિન્દી ફિલ્મ બનવા જઇ રહી છે. આ રિમેક માટે નિર્માતાઓએ રાજકુમાર રાવને સાઇન કરવાનું નક્કી કર્યુ છે. રાજકુમાર આ ફિલ્મમાં પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. જે એક મહિલા સાથે જોડાયેલો રહસ્યમય કેસ ઉકેલવાનું કામ કરશે. આ હિન્દી રિમેકનું નિર્દેશન શૈલેષ કોલાનું કરશે. સાઉથની હિટનું નિર્દેશન પણ તેણે જ કર્યુ હતું. રાજકુમાર રાવે પણ સાઉથની ફિલ્મના વખાણ કર્યા છે. તેણે કહ્યું હતું કે મને આ ફિલ્મમાં કામ કરવાની ઓફર મળતાં જ મેં હા કહી દીધી હતી. હાલના સમયમાં આ ફિલ્મમાં વાસ્તવિકતા દેખાડવામાં આવી છે. એ પહેલા રાજકુમાર ઝીફાઇની ફિલ્મો ઓમેર્ટામાં જોવા મળવાનો છે. પચ્ચીસમી જુલાઇએ આ ફિલ્મ સ્ટ્રીમ થવાની છે. રાજકુમારે કહ્યું હતું કે પહેલા ચોવીસમીએ સુશાંતસિંહ રાજપુતની દિલ બેચારા જોજો અને પછી મારી ફિલ્મ. સાઉથની હિટ ગત ફેબ્રુઆરીમાં આવી હતી. જેમાં વિક્રમ, રૂહાની અને હરી તેજા મુખ્ય રોલમાં હતાં. જ્હાન્વી સાથેની રૂહઅફઝા પણ રાજકુમારની આવનારી ફિલ્મ છે.

 

(9:38 am IST)