Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

'અનુપમા'માં અન્નુ કપુરનો ખાસ રોલ

લોકડાઉનમાં અનેક ટીવી શો અટકી ગયા હતાં. ફરીથી શુટીંગ શરૂ થતાં નવા એપિસોડ દર્શકોને ફરીથી જોવા મળી રહ્યા છે. સ્ટાર પ્લસનો શો અનુપમા પણ આવો જ એક શો છે. અનુપમામાં એક મહિલાના પ્રેમ અને સમર્પણની કહાની છે. એક પત્નિ, પુત્રવધૂ, મા તરીકે અનુપમા આખો દિવસ પરિવાર માટે ઘણું ઘણું કરે છે છતાં તેની કદર થતી નથી. મરાઠી અને બંગાળી ભાષામાં આવા જ વિષય પર અગાઉ શો બની ગયા છે. સ્ટાર પ્લસ પર આ શો ઘણા સમય પહેલા શરૂ થવાનો હતો. પરંતુ લોકડાઉન નડી ગયું હતું. હવે આ શો શરૂ થઇ ગયો છે. અનુપમાનું મુખ્ય પાત્ર ભજવી રહેલી રૂપાલી ગાંગુલી સાથે શોમાં સુધાંશુ પાંડે, પારસ કલનાવત, આશિષ મેહરોત્રા,, અલ્પના બુચ સહિતના કલાકારો છે. અન્નુ કપૂર પણ ખાસ અને મહત્વના રોલમાં છે. તે અનુપમાની જિંદગીમાં મહત્વની ભુમિકા નિભાવશે. અન્નુ કપુર જુના ફિલ્મી ગીતોને લગતાં અનેક ટીવી શોમાં હોસ્ટ તરીકે કામ કરવા માટે જાણીતા છે. હવે તે આ સિરીયલમાં જોવા મળશે.

 

(9:37 am IST)