Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

સુંદરબેનનો રોલ નિભાવી ગૌરવ અનુભવે છે સોનાક્ષી

લાંબા સમયથી સોનાક્ષી સિન્હાને એક હિટ ફિલ્મની આશા છે. તે હવે અજય દેવગણ સાથેની ફિલ્મ 'ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ફિલ્મ રિલીઝ થવાની રાહમાં છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. અજય દેવગણ અને સંજય દત્તના દમદાર લૂક અગાઉ રિલીઝ થયા પછી હવે સોનાક્ષી સિન્હાનો લૂક પણ સામે આવ્યો છે. સોનાક્ષી આ ફિલ્મમાં ખુબ જ બહાદુર છોકરીનો રોલ નિભાવી રહી છે. જે બીજી ૨૯૯ મહિલાઓ સાથે મળી ભારતીય સેનાને મદદ કરે છે. આ ફિલ્મની કહાની સત્ય ઘટના પર આધારીત છે. ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. સોનાલીએ ફિલ્મમાં સુંદરબેન જેઠાભાઇ માધાપરીયા નામની મહિલાનો રોલ નિભાવ્યો છે. જે બહાદુર સમાજ સેવિકા છે. તેણે કહ્યું હતું કે મને આ પાત્ર નિભાવ્યું તેનું ગોૈરવ છે. અજય દેવગણ એરફોર્સ અધિકારીના રોલમાં છે. ભારત-પાકિસ્તાન યુધ્ધ વખતની ઐતિહાસિક કહાનીનો ભાગ બની સોનાલી અત્યંત ખુશ છે. સોનાક્ષીને લઇને નેપોટિઝમ બાબતે ટ્રોલીંગ પણ થયું હતું.

(9:37 am IST)