Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

રિશી કપૂર અને તાપસી પન્નીની ફિલ્મ 'મુલ્ક'ને મળ્યું યુ/એ સર્ટી

મુંબઈ: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપુર, આશુતોષ રાણા, કુમુદ મિશ્રા અને તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ મુલ્કને સંસર બોર્ડે યુ/એ સર્ટિફિકેટ આપી દીધુ છે. સેંસર બોર્ડના આ નિર્ણયથી ફિલ્મની ટીમ ખુબ જ ખુશ છે અને તેણે સેંસર બોર્ડનો આભાર માન્યો છે. ફિલ્મનુ ટ્રેલર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ફિલ્મના ડાયરેક્ટર અનુભવ સિંહાને લોકોએ ટ્રોલ કરી દીધા હતા. એટલુ જ નહીં ફિલ્મના ટ્રેલર લોન્ચ સમયે પણ અનુભવ સિંહા કેટલાક સવાલનો જવાબ આપતા અકળાઈ ગયા હતા. જેથી અનુભવ સિંહા અને ફિલ્મની ટીમને સર્ટીફિકેટને લઈ ચિંતા હતી. જોકે, આખરે સેંસર બોર્ડે ફિલ્મને યુ/એ સર્ટીફિકેટ આપતા ફિલ્મની ટીમે આ નિર્ણયને વધાવ્યો છે. મહત્વનુ છે કે, આ ફિલ્મ ૩ ઓગસ્ટે દેશભરમાં રીલીઝ થશે. 

(4:32 pm IST)