Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

સંજય દત્તે બોલીવુડના ઇતિહાસમાં નોંધાવી આ સિદ્ધિ

મુંબઇ: સ્કોર ટ્રેન્ડસ ઇન્ડિયાના લોકપ્રિયતાના ચાર્ટ પર સંજય દત્ત મોખરે રહ્યો છે. સંજયની લોકપ્રિયતા તેના જીવન પર બનેલી હાલની તેની ફિલ્મ 'સંજુ થી મળી છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જેમાં અભિનેતાએ તે ફિલ્મમાં કામ ન કર્યું હોવા છતાં લોકપ્રિયાતાના સીમાડાને આંબી ગયો છે. સંજય દત્ત આવું માન મેળવનાર પ્રથમ અભિનેતા બન્યો છે. સંજય દત્તની બાયોપિક 'સંજુએ બોક્સ ઓફિસ પર રૃા. ૩૦૦ કરોડની કમાણી કરી લીધી છે. તેની સફળતાનો જાદુ છવાઇ ગયો છે અને તે લોકપ્રિયતાના  ચાર્ટ પર ૬૧ ટકા ગુણાંક મેળવીને પ્રથમ રહ્યો છે.સલમાન ખાન ૫૬ ગુણાંક મેળવીને બીજા ક્રમાંકે  રહ્યો છે. જ્યારે ત્રીજા સ્થાને રણબીર અને ચાથો સ્થાને ૪૧ ટકા ગુણાંક મેળવીને અક્ષય કુમાર છે અને પાંચમા સ્થાને ૩૦ ગુણાંકમ ેળવીને અણિતાભ બચ્ચન છે.  આ ફિલ્મની સફળતાનો સ્વાદ જોકે રણબીર કપૂરને પણ ચાખવા મળ્યો છે. તે ૪૪ ગુણાંક મેળવીને ત્રીજા સ્થાને રહ્યો છે. આ બાબતમાં તેણે અક્ષય કુમાર અને બિગ બીને પાછળ છોડી દીધા છે. સ્કોર ટ્રેડર્સના અધિકારીએ જણાવ્યું હતું કે, '' અમે આ ડેટા ૧૪ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ ૬૦૦ ન્યુઝ સ્ત્રોતના આધારે મેળવ્યો છે. એક અઠવાડિયામાં મળેલા ડેટાના આધાર અનુસાર આ આંકડા સામે આવે છે.
 

(4:31 pm IST)