Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ઓગસ્ટમાં ફિલ્મ ભારતના શૂટિંગમાં જોડાશે પ્રિયંકા ચોપરા

મુંબઇ: સુપર સ્ટાર સલમાન ખાનને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ ભારતના શૂટિંગમાં ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરા ઑગષ્ટ માસમાં સહભાગી થશે એવી જાણકારી મળી હતી. સુલતાન અને ટાઇગર જિંદા હૈ પછી અલી અબ્બાસ ઝફરની સલમાન ખાન સાથે આ ત્રીજી ફિલ્મ છે. એમાં સલમાન પંદર સોળ વર્ષના કિશોરથી માંડીને ૭૫ વર્ષના વૃદ્ધ તરીકેના ચાર પાંચ તબક્કામાં રજૂ થશે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાને લેવામાં આવી છે. આ રવિવારે ૨૨મી જુલાઇએ ફિલ્મ ફ્લોર પર જઇ રહી છે. પહેલું શિડયુલ મુંબઇનું છે પરંતુ પ્રિયંકા એમાં હમણાં સહભાગી નહીંં થાય. મુંબઇ શિડયુલ હોળીના ગીત સાથે પૂરંુ કરવાનું છે. હોળી ગીત ઑગષ્ટમાં શૂટ થશે અને પ્રયંકા ત્યારે શૂટિંગમાં સામેલ થશે એવી જાણકારી એક યુનિટ મેમ્બરે આપી હતી. આ ફિલ્મમાં બાગી ટુ ફેમ દિશા પટણી પણ અભિનય કરી રહી છે. એ સલમાનની બહેનનો રોલ કરશે જે એક સર્કસમાં એક્રોબેટ કરતી યુવતીનો રોલ કરી રહી છે. સલમાન ખાન મોટરસાઇકલ સ્ટંટમેનના રોલમાં છે. એને બબલુ નામ આપવામાં આવ્યું છે અને લેજંડ ફિલ્મ સર્જક અભિનેતા રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકરની સ્ટાઇલથી ઇન્ડિયન રશિયન સર્કસ જેવું કંઇક કરવાની અલી અબ્બાસ ઝફરની ઇચ્છા છે એવું પણ એની નિકટનાં સાધનોએ જણાવ્યું હતું. દુનિયાભરના સર્કસ એક્સપર્ટસ્ આ ફિલ્મમાં સામેલ કરાશે.
 

(4:30 pm IST)