Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

હિના ખાન વિરુદ્ધ નોંધાયો છેતરપિંડીનો કેસ

મુંબઇ: અભિનેત્રી હીના ખાન સામે છેતરપીંડીનો આક્ષેપ કરતી એક કાનૂની નોટિસ મોકલવામાં આવી હોવાની જાણકારી મળી હતી. એક ટોચના ઝવેરીએ આ નોટિસ મોકલી હતી.ઔઝવેરીનો એવો આક્ષેપ હતો કે દાદાસાહેબ ફાળકે એવોર્ડ લેવા જતી વખતે હીના ખાને અમારી પાસે કામચલાઉ પહેરવા સાચા હીરામોતીના દાગિના ઊછીના લીધા હતા. એવોર્ડ સમારોહ પતી ગયા બાદ એણે દાગિના પાછાં આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ત્રણેક મહિના વીતી જવા છતાં એણે આ આભૂષણો પાછાં આપ્યા નથી. હીનાએ એવો દાવો કર્યો હતો કે મારા સ્ટાઇલિસ્ટના હાથે દાગિના ખોવાઇ ગયા હતા. ઝવેરીએ સતત માગણી કરતાં એણે ધાકધમકી આપવાની શરૃઆત કરી હતી કે મારા અંધારી આલમ સાથેના સંપર્કો તમને પતાવી નાખશે. કાનૂની નોટિસમાં ઝવેરીએે દાગિનાની કિંમત, વળતર તરીકે બે લાખ રૃપિયા અને લેખિત માફીની માગણી કરી હતી. હીનાએ આ કાનૂની નોટિસની ઠેકડી ઊડાવતાં કહ્યું કે નોટિસ મારા ઘરે પહોંચવાને બદલે મિડિયા સુધી શી રીતે પહોંચી ગઇ ? નોટિસ મારા પર બજાવવાની હતી તો મને આપવી જોઇએ. આ તો મફત પબ્લિસિટી મેળવવાનો સ્ટંટ છે.

(4:29 pm IST)