Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

પ્રિયંકા ચોપડાએ જન્મદિને પોતાની કંપનીની મહિલાઓને આપી અનોખી ગિફ્ટ

મુંબઈ ;બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ તેના બર્થ-ડેના દિવસે તેના પ્રોડક્શન-હાઉસમાં કામ કરતી મહિલાઓને એક અનોખી ગિફ્ટ આપી છે. ગઈ કાલે તેની છત્રીસમી વરસગાંઠ નિમિત્તે તેણે તેના પ્રોડક્શન-હાઉસમાં કામ કરતી મહિલાઓને કામના સમય માટે છૂટછાટ આપી છે. પ્રિયંકા ચોપડા મહિલાઓ સાથે કોઈ ભેદ ન થાય એ માટે પ્રયત્ન કરી રહી છે. તેણે તેના દરેક ડિપાર્ટમેન્ટમાં મહિલાઓનો સમાવેશ કરવાનું નક્કી કર્યું હતું.

(1:36 pm IST)