Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ધડકની શરૂઆતમાં જોવા મળશે જ્હાન્વીએ માતા શ્રીદેવીને આપેલી ભાવભીની શ્રદ્ધાંજલિ

મુંબઈ :થિયેટરમાં ફિલ્મ ધડક જોવા જનારા દર્શકોને ફિલ્મની શરૂઆતમાં જ્હાનવી કપૂર દ્વારા તેની સદગત માતા શ્રીદેવીને અપાયેલી ભાવભીની શ્રદ્ધાંજલિ જોવા મળશે. જાહ્નવીએ એક ભાવુક પત્ર તેની મમ્મીના નામે લખ્યો છે, જેને ફિલ્મની શરૂઆતમાં તેમના ફોટો સાથે દર્શાવાશે. પોતાની પહેલી ફિલ્મ જાહ્નવી તેની મમ્મીને સમર્પિત કરવા માગે છે. 24 ફેબ્રુઆરીએ શ્રીદેવીનું દુબઈમાં અવસાન થયું હતું.

 

(1:28 pm IST)