Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

લગ્ન પછી ટીવી પરદે પાછી ફરી દિપીકા કક્કડ

ટીવી અભિનેત્રી દિપીકા કક્કડ લગ્ન પછી ફરીથી ટીવી પરદે આવી ગઇ છે. સસુરાલ સિમર કા શોમાં તે મુખ્ય રોલમાં હતી. આ શોમાં તે એક શ્રાપ પછી માખી બની જાય છે. તો હવે તે સ્ટાર પ્લસના સુપર નેચરલ થ્રિલર શો કયામત કી રાતમાં પણ જોવા મળી છે. તે કહે છે એક જ પ્રકારના શો કરવામાં મને કોઇ વાંધો નથી કે કોઇ જાતનો ડર નથી. દિપીકા કહે છે હું કદાચ દર્શકો, નિર્માતા, નિર્દેશક મને આવા જ રોલ માટે પસંદ કરે છે. હું વધુ સારું કામ કરી શકુ છું. દિપીકા કહે છે કયામત કી રાત શોને દર્શકો તરફથી સારી પ્રતિક્રિયા મળી છે. તાજેતરમાં દિપીકાએ ટીવી અભિનેતા શોયેબ ઈબ્રાહીમ સાથે લગ્ન કર્યા હતાં અને મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો હતો. તેણે રોઝા રાખી ઇદની ઉજવણી પણ કરી હતી.

(9:26 am IST)