Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

બોલિવૂડની સુપર હોટ અભિનેત્રી માહી ગિલ ઉપર ચાલુ શુટિંગમાં હૂમલોઃ ક્રુ મેમ્બર્સને ઇજા

મુંબઈ : બોલિવૂડમાં માહી ગિલની ગણતરી સુપરહોટ એક્ટ્રેસ તરીકે થાય છે. તેદેવ ડીઅનેસાહબ, બીબી ઔર ગેંગસ્ટરજેવી ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ સાબિત થઈ છે. હાલમાં માહી ગિલ બુધવારે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. શૂટિંગ દરમિયાન કેટલાક લોકો આવ્યા અને શૂટિંગ કરી રહેલા લોકો સહિત માહી પર હુમલો કરી દીધો. હુમલામાં ફિલ્મના ક્રૂ મેમ્બર્સ ઘાયલ થઈ ગયા. ફિલ્મની નિર્માતા એકતા કપૂરે પોતાના એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે.

વીડિયો અનુસાર, ફિલ્મના લોકો ઘોડબંદર રોડ પાસે મીરા રોડ પર એક જગ્યાએ શૂટિંગ કરી રહ્યાં હતા. દરમિયાન ત્યાં હાથમાં લાકડી લઈને કેટલાક લોકો આવ્યા અને ક્રૂ મેમ્બરને મારવાનું શરૂ કરી દીધું. તેમણે માહી ગિલની છેડતી પણ કરી.

હુમલો કરનારા લોકોએ કહ્યું કે, લોકેશન અમારું છે અને અમારી પરમિશન વિના અહીં કોઈ શૂટિંગ કરી શકે. જોકે ફિલ્મનું શૂટિંગ કરી રહેલા લોકોનું કહેવું છે કે, તેમણે પરમિશન લીધી છે અને તેના માટે પૈસા પણ ચૂકવ્યા છે.

(5:42 pm IST)
  • આવતીકાલે સાંજે ૬ વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં યોગ દિનની ઉજવણી થશે : ૧૦૦૦ જેટલા સાધુ - સંતો આ પ્રસંગે જોડાશે : કાલે બપોરે ૩ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે પ્રતિબંધ access_time 4:39 pm IST

  • રાજ્યમાં સિંહોના અકાળ મૃત્યુનો મામલો :કોર્ટ મિત્રનો ચોકાવનારો રીપોર્ટ રજૂ :સિંહોના મોત થતા હોવાથી રાતની ટ્રેનો બંધ કરવી જોઈએ :અભયારણ્યમાં ખુલ્લા કુવાની આસપાસ દીવાલ કરવાની બાકી રેલેવે ટ્રેક પાસે ફેન્સીંગ કરવાથી સિંહોને અગવડરૂપ :ગીરમાં ટ્રેનોની ઝડપ ઘટાડવાની જરૂરીયાત access_time 2:28 pm IST

  • ગોંડલ: મોવિયા રોડ ઉપર હોન્ડા સિટી કાર માં અચાનક આગ લાગી હતી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી આગને કાબૂમાં લીધી હતી તસવીર ભાવેશ ભોજાણી ગોંડલ access_time 8:46 am IST