Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ફિલ્મ શર્માજી કી બેટીમાં સ્પેશિયલ અપિયરન્સમાં નજરે પડશે આયુષ્માન ખુરાના

મુંબઈ:અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહીરા કશ્યપ ફિલ્મ શર્માજી કી બેટીથી દિગ્દર્શન ક્ષેત્રે ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મ સાથે હવે આયુષ્માન ખુરાના જોડાયો છે. ફિલ્મમાં અભિનેતા સ્પેશિયલ અપિયરન્સ આપવાનો છે. ફિલ્મ માટે માધુરી દીક્ષિત નેને સાથે પણ વાતચીત ચાલી રહી છે. ફિલ્મમાં બે એક્ટ્રેસ લીડ રોલમાં હશે. મહિલાઓ વચ્ચે થતા ઝઘડા અને સમસ્યાઓ પર સંપૂર્ણ ફિલ્મ આધારિત છે. ઉપરાંત તાહિરા અને આયુષ્માન વેબ સિરીઝ ક્રેકિંગ કોડ બનાવવાની યોજના ઘડી રહ્યા છે. વેબ સિરીઝ આયુષ્માનની સેમિ બાયોગ્રાફી બુક ક્રેકિંગ કોડ પર આધારિત છે. હાલ આયુષ્માન પોતાની આગામી ફિલ્મ આર્ટિકલ ૧૫ને પગલે સતત ચર્ચામાં છે.

(5:30 pm IST)