Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ફલેકિસબલ બનવાની કોશિશ કરતો સલમાન

સલમાન ખાન હાલમાં તેના શરીર પર ખૂબ જ ધ્યાન આપી રહ્યો છે. તે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ઘણા વિડીયો શેર કરી રહ્યો છે જેમાં તે કસરત કરતો જોવા મળી રહ્યો છે. સલમાને મંગળવારે રાતે એક વિડિયો શેર કર્યો હતો જેમાં તે પગને સ્ટ્રેચ કરતો જોવા મળી રહ્યો છે. સલમાને તેના 'બીઇંગ હ્યુમન' ફાઉન્ડેશન હેઠળ જિમનાં સાધનો પણ શરૂ કર્યા છે. આ વિડીયો શેર કરતાં સલમાને કેપ્શન આપી હતી કે 'આ ફકત સ્ટ્રોન્ગ બનવા માટે નથી પરંતુ ફલેકિસબલ બનવા માટે પણ છે. છેલ્લા બે મહિનામાં બીઇંગ સ્ટ્રોન્ગનાં સાધનોનો ૧૦૦ થી વધુ જિમમાં સમાવેશ કરવામાં આવ્યો છે'

(11:41 am IST)