Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

૧૪ મિનિટનું દૃશ્ય સિંગલ શોટમાં પુરૃં કર્યુ બિગ-બીએ

મુંબઇ તા. ર૦ :.. અમિતાભ બચ્ચને હાલમાં જ ૧૪ મિનીટનું દૃશ્ય એક જ ટેકમાં  શૂટ કર્યુ છે. તેઓ ઇમરાન હાશ્મી સાથેની 'ચેહરે'નું શૂટિંગ કરી રહ્યા હતાં. આ ફિલ્મને રુમી જાફરીએ પ્રોડયુસ કરી છે અને આનંદ પંડિતે ડીરેકટર કરી છે. અમિતાભ બચ્ચનના દૃશ્ય વિશે આનંદ પંડિતે કહયું હતું કે 'મને ખુશી છે કે હું એવી ફિલ્મનો એક ભાગ છું જેમાં એક ઐતિહાસિક દૃશ્ય છે. ૧૪ મીનીટનું દૃશ્ય કરવું મુશ્કેલ જ નથી, પરંતુ એ માટે એક અલગ જ પ્રકારના ડેડિકેશનની જરૂર પડે છે. આ દૃશ્યને અમિતાભજીએ ખૂબ જ સરળતાથી ભજવ્યું હતું. સેટ પર નીરવ શાંતિ છવાઇ ગઇ હતી અને આ દૃશ્ય બાદ દરેક વ્યકિતએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતાં. તેઓ એક લેજન્ડરી એકટર છે અને આપણે તેમની પાસેથી પ્રેરણા લેવી જોઇએ.'

(11:40 am IST)