Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

વિક્કીની ફિલ્મનું હવે પછીનું શુટીંગ થશે રશિયા-યુરોપમાં

અભિનેતા વિક્કી કોૈશલ હવે સરદાર ઉધમસિંઘની બાયોપિક કરી રહ્યો છે. આ ફિલ્મનું શુટીંગ તાજેતરમાં લંડનમાં થયું હતું. ફિલ્મ રિલીઝ થવાની તારીખ પણ નક્કી થઇ ગઇ છે. નિર્માતાઓએ ૨ ઓકટોબર ૨૦૨૦ના રોજ આ ફિલ્મ રિલીઝ થશે તેવું કહ્યું છે. પિન્ક, પીકૂ, વિક્કી ડોનર જેવી શાનદાર ફિલ્મો બનાવી ચુકેલા શુજીત સરકાર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ગાંધી જયંતિના દિવસે તેમની આ ફિલ્મ આવશે. શુજીતે કહ્યું હતું કે શુટીંગ, પોસ્ટ પ્રોડકશન સહિતની બાબતોને ધ્યાને લઇ નિર્માતા અને મારા મિત્ર રોની લાહિરી અને શીલ કુમારે મને આ તારીખ સુચવી હતી. ફિલ્મમાં વિક્કીનો લૂક કેવો હશે તેની તસ્વીર થોડા દિવસો પહેલા સામે આવી હતી. આ લૂક ચાહકોને ખુબ ગમ્યો છે. જલીયાવાલા બાગના હત્યાકાંડ પછી બ્રિટીશ સરકારના જનરલ ડાયર સામે બદલો લેવા શહિદ સરદાર ઉધમસિંઘ શું કરે છે? તેની કહાની આ ફિલ્મમાં છે. ફિલ્મનું બાકીનું શુટીંગ પણ યુકે, રશિયા, યુરોપ અને નોર્થ ઇન્ડિયામાં થશે.

(10:05 am IST)