Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

બાહુબલિ ટાઇપની ફિલ્મ નથી 'બ્રહ્માસ્ત્ર': રણબીર કપૂર

મુંબઈ: અભિનેતા રણબીર કપૂરે કહ્ય હતું કે મારી આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર બાહુબલિ ટાઇપની ફિલ્મ નથી. એક અલગ પ્રકારની ફિલ્મ છે જેમાં કથાનાયક સુપર નેચરલ પાવર્સ ધરાવતો હોવાથી જરૃરતમંદ લોકોને મદદ કરે છે. હોલિવૂડની સુપરમેન અને સ્પાઇડર મેન જેવી સુપરહીરોને રજૂ કરતી ફિલ્મ ટોચના ફિલ્મ સર્જક કરણ જોહર બનાવી રહ્યા છે. એમની યોજના ટાઇપની ત્રણ ફિલ્મો (ટ્રિલોજી ) બનાવવાની છે. બ્રહ્માસ્ત્ર એમાંની પહેલી કડી છે જેમાં રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ચમકી રહ્યાં છે. રણબીરે કહ્યું કે બાહુબલિ અલગ ટાઇપની ફિલ્મ હતી. બ્રહ્માસ્ત્ર ટાઇપની ફિલ્મ નથી. ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખરજી મારા ખાસ દોસ્ત છે અને એની સાથે કામ કરવામાં મને ખૂબ મજા આવતી રહી છે. ફિલ્મની સ્ક્રીપ્ટ લખવામાં એને પાંચ વર્ષ લાગ્યાં હતાં. એણે ફિલ્મની સ્ક્રીપ્ટ પાછળ ખૂબ મહેનત લીધી છે અને અત્યારે ફિલ્મ બનાવવામાં પણ સખત મહેનત લઇ રહ્યો છે ફિલ્મ આવતા વર્ષના સ્વાતંત્ર્ય દિને રજૂ કરવાની કરણ જોહરની યોજના છે.

(4:23 pm IST)