Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ટૂંક સમયમાં જ બોલીવુડમાં એન્ટ્રી કરશે સાઉથનો સુપરસ્ટાર મહેશ બાબુ

મુંબઈ: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુ હવે ટૂંક સમયમાં બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરુઆત કરવા જઈ રહ્યો છે. જોકે બોલીવુડ અભિનેત્રી અને મહેશ બાબુની પત્ની નમ્રતા શીરોડકરે અંગે સ્પષ્ટતા કરી છે. તેણે જણાવ્યુ કે, મહેશ બાબુ બોલીવુડમાં ડેબ્યુ કરે તેવો કોઈ હાલ પ્લાન નથી, જોકે તે આગામી સમયમાં બોલીવુડમાં પોતાનુ ડેબ્યુ કરશે તે નક્કી છે

 

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નમ્રતાએ જણાવ્યુ કે, મહેશ બાબુ મુંબઈ તો આવ્યા હતા પણ તે કોઈ પ્રોડયુસરને મળવા નહીં પણ પોતાના હેરસ્ટાઈલિસ્ટ હાકિમ આલીમને મળવા આવ્યા હતા અને પોતાની આગામી ફિલ્મમાં પોતાના લૂક પર ચર્ચા કરવા આવ્યા હતા. પહેલા પણ ઘણી વખત એવી ચર્ચાઓ વેગવંતી બની હતી કે મહેશ બાબુ બોલીવુડમાં ડેબ્યુ કરશે
મહત્વનુ છે કે, હાલમાં મહેશ બાબુની ફિલ્મ ભારત અન્ને નેનુ રીલીઝ થઈ હતી, જેમાં કાયરા અડવાણી અને પ્રકાશ રાજ પણ મહત્વની ભૂમિકામાં હતા. ફિલ્મે ધૂમ કમાણી કરી હતી, તેમજ ફિલ્મને બોલીવુડ દર્શકોએ પણ પસંદ કરી હતી. પહેલા મહેશની ફિલ્મ સ્પાઈડરે પણ પ્રશંસકોની વાહવાહી મેળવી હતી.

(4:22 pm IST)
  • મેંગલુરૂમાં ૨૪ કલાકમાં દે ધનાધન ૫ ઇંચ વરસાદઃ ચારેકોર પાણી-પાણી access_time 4:11 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો નહીં થાય ;પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રખાશે : છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલમાં માત્ર આઠ પૈસા અને ડીઝલમાં આઠ -આઠ પૈસાનો બે વખત ઘટાડો કરાયો છે :રવિવાર અને સોમવારે ડીઝલના ભાવમાં સતત બે દિવસ 8 પૈસાનો ઘટાડો થયો હતો અને પેટ્રોલના ભાવ યથાવત રાખ્યા બાદ મંગળવારે પેટ્રોલમાં પણ માત્ર 8 પૈસાનો ઘટાડો થયો હતો access_time 10:43 pm IST

  • ફૂટબોલ ફેન્સ ગાંડાતૂર :લાઈવ રિપોર્ટિંગ વેળાએ મહિલા પત્રકારને કિસ કરી નાખી ;સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ : ફિફા વર્લ્ડ કપનો ખુમાર અને ફૂટબૉલ પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા :જશ્ન વચ્ચે કેટલાક લોકો પોતાની મર્યાદા ભૂલ્યા મહિલા પત્રકાર સાથે ગેરવર્તણૂક access_time 1:09 am IST