Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

'રેમ્બો'નું શુટીંગ આ વર્ષે જ થઇ જશે શરૂ

ટાઇગર શ્રોફે ચાહકોને એકશન અને ડાન્સથી પાગલ બનાવી દીધા છે. બાગી સિરીઝની બે સુપરહિટ ફિલ્મો પછી હવે તે 'રેમ્બો' માટે કામ કરી રહ્યો છે. વચ્ચે એવી વાતો વહેતી થઇ હતી કે આ ફિલ્મનું કામ બંધ થઇ ગયું છે. પણ હવે નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ ઘોષીત કરી દીધી છે. બીજી ઓકટોબર ૨૦૨૦ના રોજ રેમ્બો રિલીઝ થશે. ફિલ્મનું શુટીંગ આ વર્ષમાં જ શરૂ થઇ જશે. રેમ્બો નામથી હોલીવૂડમાં ફિલ્મ બની હતી. આ તેની ઓફિસીયલ હિન્દી રિમેક છે. રેમ્બોમાં સિલ્વેસ્ટર સ્ટેલોને મુખ્ય ભૂમિકા નિભાવી હતી અને સુપરડુપર હિટ નિવડી હતી. સિલ્વેસ્ટરે ટાઇગરને હિન્દી રેમ્બો માટે શુભકામના પણ પાઠવી દીધી છે. આ ફિલ્મનું નિર્દેશન સિધ્ધાર્થ આનંદ કરે છે, જેણે અગાઉ બેંગ બેંગ બનાવી હતી. રેમ્બોની કારકિર્દીની આ સોૈથી મોટી ફિલ્મ બનશે. બજેટ પણ કરોડોમાં હશે. અન્ય કલાકારોની પસંદગી થઇ રહી છે.

(9:47 am IST)