Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

દિવ્યાંકાના વખાણ કરતાં થાકતો નથી પતિ વિવેક દહિયા

ટીવી પરદાની ફેવરીટ વહુ દિવ્યાંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયાને ટીવી પરદાનું કયુટ કપલ ગણવામાં આવે છે. આ બંનેની લગ્નની બીજી વર્ષગાંઠ ૮મી જુલાઇએ આવી રહી છે. બે વર્ષ પુરા થતાં આ બંને કલાકાર ખુબ ઉત્સાહિત છે. એક ઇન્ટરવ્યુમાં વિવેકે પોતે દિવ્યાંકા સાથે કેટલો ખુશ છે તેની જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે દિવ્યાકાં સાથે લગ્ન બાદ તેનું જીવન બદલાઇ ગયું છે. હવે તેણે બીજી એનિવર્સરી ખુબ સારી રીતે ઉજવવા પ્લાન કર્યો છે. દિવ્યાકાના વખાણ કરતાં તેણે કહ્યું હતું કે તે ખુબ સહાયક છે અને મને એ રીતે જ અપનાવ્યો છે જેવો હું છું. હું મારા પરિવાર અને મારા જીવન પ્રત્યે દિવ્યાંકાને કારણે વધુ જવાબદાર બની ગયો છું. દિવ્યાંકા પ્રેરક છે, તે મને મળી એ એક આશીર્વાદ સમાન છે.

(9:46 am IST)